સ્વસ્થ રહેવા માટે સૌથી મહત્વની વાત છે સ્વસ્થ જીવનશૈલી. આ માટે સાથે ઘરની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. લોકો દરરોજ ઘરની સાફ-સફાઈ કરે છે, પરંતુ તેમની રોજબરોજની ઉપયોગમાં આવતી વસ્તુને સાફ રાખવાનું ભૂલી જાય છે. ઓશિકાના કવરનો પણ આમાં સમાવેશ થાય છે. જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. જો કે બેડશીટ્સ અને ઓશીકાના કવર સમયાંતરે બદલવા જોઈએ. ઘણા લોકો તેને બદલ્યા વિના દિવસો અને અઠવાડિયા પસાર કરે છે.
આ આદત સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી જોઈએ તો નુકસાનકારક છે. તેનાથી ત્વચા અને વાળની સાથે અનેક સમસ્યાઓ વધી શકે છે.
ઘુળ માં રહેતા જંતુ
લાંબા સમય સુધી ઓશીકાના કવરને સાફ ન કરવા અથવા બદલવાથી તેમાં ધૂળની જીવાત ઉગી શકે છે, જે ચેપ ફેલાવે છે અને વ્યક્તિ બીમાર પડી શકે છે.
શ્વસન સમસ્યાઓ
એક જ ઓશીકાના કવરનો સતત ઉપયોગ કરવાથી તેમાં ધૂળ અને ગંદકી જામી જાય છે, જેનાથી શ્વસનતંત્ર સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. આ ધૂળ નાક દ્વારા ફેફસાંમાં પહોંચે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
ચેપનું જોખમ
જ્યારે આપણે સૂઈએ છીએ, ત્યારે આપણી ત્વચા કોલેજન ઉત્પન્ન કરે છે અને મૃત ત્વચા નીકળી જાય છે. આ ત્વચા બેડશીટ અને ઓશીકાના કવર પર પડે છે. જેના કારણે ચેપનો ખતરો રહે છે.
બેક્ટેરિયા
જ્યાં ગંદકી હશે, ત્યાં બેક્ટેરિયા ચોક્કસ હશે. આ બેક્ટેરિયાથી ચેપ લાગી શકે છે અને ખીલની સમસ્યા થઇ શકે છે.
વાળની સમસ્યા
ઘણા લોકો ઘણીવાર રાત્રે વાળમાં તેલ નાખીને સૂઈ જાય છે, જેના કારણે વાળનું તેલ ઓશીકાના કવરમાં લાગે છે. આ તેલવાળા કવરનો સતત ઉપયોગ કરવાથી વાળમાં ગંદકી ચોંટી જાય છે અને વાળને નુકસાન થાય છે. ઉપરાંત તે ખીલ થવાની સંભાવના પણ વધારે છે.
તકિયા પર પાલતું પ્રાણીના વાળ
જો ઘરમાં કૂતરો અથવા બિલાડી છે, તો શક્ય છે કે તેમના વાળ ઓશીકાના કવર અને બેડશીટ પર હોય. ત્યારે એ જ તકિયાનો ઉપયોગ કરવાથી એલર્જી અને ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી પાલતુ પ્રાણીઓને પલંગ પર ન ચડવા દેવા જોઈએ અને જો આ પ્રાણીઓ પલંગ કે સોફા પર ચઢતા હોય કે બેસતા હોય તો એ તકિયા કે ઓશિકાનો ઉપયોગ ન કરવો હિતાવહ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએલચીના ભાવમાં વધારો: ઉત્પાદન ઘટાડા અને વધતી માંગની અસર
December 19, 2024 12:18 AMવન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના, અનુરાગ ઠાકુર સહિત આ સાંસદોનો સમાવેશ
December 18, 2024 11:38 PMH1- B Visa Rules: અમેરિકા જનારાઓ માટે સારા સમાચાર! વિઝાના નિયમો બદલાયા
December 18, 2024 11:36 PMમુંબઈમાં બોટ અકસ્માત: નૌકાદળના 3 જવાનો સહિત 13ના મોત, 101નો બચાવ
December 18, 2024 09:52 PMજામનગરના લાખાબાવળ ગામ પાસે રેલવે ટ્રેકમા તિરાડ પડતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી
December 18, 2024 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech