દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર ન્હાવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ

  • May 27, 2023 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા કલેકટર દ્વારા ૩૧મી જુલાઈ સુધીનું જાહેરનામું બહાર પડાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર તા. ૧ જૂનથી તા. ૩૧ જુલાઈ સુધી લોકોને ન્હાવા અને સ્વિમિંગ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.
દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર ગામે બ્લ્યુ ફ્લેગ બીચ આવેલો છે. આ બીચ પર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા અને સ્વીમીંગ કરવા આવતા હોય છે. જૂન માસથી ચોમાસુ શરૂ થતું હોય છે અને દરિયો પણ તોફાની હોય છે. સાથે દરિયામાં જોરદાર પ્રવાહના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા તાલુકામાં આવેલા શિવરાજપુર બીચ (લાઇટ હાઉસ - સર્વે નં. ૫૮ થી શિવરાજપુર બીચના ખાડી-૨ પોઇન્ટના છેડા સુધી, પાંચ કીલોમીટર સુધીની લંબાઇનો દરિયાકાંઠાના વિસ્તાર) ખાતે આવતા તમામ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને ન્હાવા અને સ્વીમીંગ કરવા પર તા. ૧ જૂન થી તા. ૩૧ જુલાઈ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનુ ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ અન્વયે સજાને પાત્ર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application