સરકાર તેની જીદ પર અડગ, શંભુ બોર્ડર પર બેરીકેડ્સ નહીં હટે: ખેડૂતો બન્યા ઉગ

  • July 16, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પંજાબ-હરિયાણા હાઈકોર્ટે હરિયાણા સરકારને સાત દિવસમાં શંભુ બોર્ડર ખોલી નાખવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ છતાં સરકારે હજુ સુધી શંભુ બોર્ડર પરની આઠ સ્તરની સુરક્ષા દિવાલ હટાવી નથી સાથે જ ખેડૂત સંગઠનોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ખેડૂતોએ અંબાલા ડીસી અને એસપી ઓફિસનો ઘેરાવ કરવાની જાહેરાત કરી છે.
હરિયાણા-પંજાબ બોર્ડર પર અંબાલા નજીક શંભુ બોર્ડર ખોલવાના હાઈકોર્ટના નિર્ણય બાદ હરિયાણા સરકાર હાલમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહી છે. જેના કારણે શંભુ બોર્ડર પર છેલ્લા પાંચ મહિનાથી લગાવવામાં આવેલા બેરીકેટ્સ હજુ દૂર કરવામાં આવશે નહીં.અહીં, 10 જુલાઈના રોજ હરિયાણા સરકારને સાત  દિવસમાં શંભુ બોર્ડર ખોલવાના હાઈકોર્ટના આદેશનો આજે છેલ્લો દિવસ છે.

હરિયાણા અને પંજાબની સરહદે અંબાલા પાસે શંભુ બોર્ડરને ખોલવાના હાઈકોર્ટના નિર્ણય સામે હરિયાણા સરકાર 13 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. જોકે ગઈકાલે પણ આ અરજી પર કોઈ સુનાવણી થઈ ન હતી અને કોઈ તારીખ પણ આપવામાં આવી ન હતી. આથી હજુ સુધી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ટીમને પણ બેરીકેટ હટાવવાની સૂચના આપવામાં આવી નથી. પોલીસને ડર છે કે રસ્તો ખૂલતાની સાથે જ ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલી લઈને દિલ્હી જશે અને પહેલાની જેમ તેઓ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી શકે છે અને તોફાન શકે છે. તેથી, પોલીસ આગામી આદેશોની રાહ જોશે.

બીજી તરફ ખેડૂતોએ 17-18 જુલાઈએ એસપી ઓફિસને ઘેરવાની જાહેરાત કયર્િ બાદ પોલીસ પ્રશાસને એલર્ટ જાહેર કર્યું હતું. પોલીસ સરકાર અને વહીવટીતંત્રની પરવાનગી વિના ઘેરાવ, સભા અને સરઘસમાં ભાગ લેનારાઓના પાસપોર્ટ રદ કરવાની કાર્યવાહી કરશે અને કલમ 144 (નવા કાયદા હેઠળ 163 બીએનએસએસ) પણ લાગુ કરી છે.ખેડૂતોના આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોમાં ફોટોગ્રાફ્સ અને વીડિયો દ્વારા ઘેરાવમાં ભાગ લેનારાઓની ઓળખ કરીને કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવશે.


બોર્ડર ખોલવાનો આજે છેલ્લો દિવસ
ખેડૂત સંગઠનોએ એક બેઠક પણ યોજી છે અને 17 અને 18 જુલાઈએ અંબાલા ડીસી અને એસપી ઓફિસને ઘેરવાની જાહેરાત કરી છે. 10 જુલાઈએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે બેરિકેડ હટાવવા અને શંભુ બોર્ડરને સંપૂર્ણ રીતે ખોલવાનો આદેશ આપ્યો હતો. આજે બોર્ડર ક્લિયર કરવાનો છેલ્લો દિવસ છે. આવી સ્થિતિમાં શંભુમાં ખેડૂત સંગઠનોના એલાન બાદ આસપાસના વિસ્તારોમાંથી ખેડૂતો અહીં આવવા લાગ્યા છે. છેલ્લા પાંચ મહિનાથી શંભુમાં નક્કર મોરચો ચલાવી રહેલા ખેડૂતો વચ્ચે બેઠકોનો દોર પણ શરૂ થયો છે. ગઈકાલે સભાને સંબોધતા ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે જણાવ્યું હતું કે ખેડૂતોનું સંગઠન 17 અને 18 જુલાઈએ અંબાલાના ડીસી અને એસપી ઓફિસનો ઘેરાવ કરશે. નવદીપ જલવેદાને મુક્ત કરવાની માંગ કરશે. 16 જુલાઈએ ચંદીગઢ કિસાન ભવનમાં બેઠક બાદ શંભુમાં પ્રેસ કોન્ફરન્સ યોજાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application