ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ કો-ઓર્ડીનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનરને એવોર્ડથી સન્માનિત કરાશે

  • December 26, 2024 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ કો-ઓર્ડીનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનરને એવોર્ડથી સન્માનિત કરાશે

એવોર્ડ માટે યોગ બોર્ડનું કોચ કે ટ્રેનર તરીકેનું સર્ટીફીકેટ ધરાવતા તેમજ યોગાભ્યાસના ત્રણ વર્ષના અનુભવી ઉમેદવારો અરજી કરી શકશે

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલ યોગ કો-ઓર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે.જે અંતર્ગત અરજી કરતી વખતે વ્યક્તિએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ યોગક્ષેત્રે યોગદાન આપેલું હોવું જોઈએ અને યોગ બોર્ડનું યોગ કોચ કે યોગ ટ્રેનર તરીકેનું સર્ટીફીકેટ ધરાવતો હોવો જોઈએ.એવોર્ડ મેળવવા ઉંમરનો કોઈ બાધ નથી. એવોર્ડ માટે સાચી અને અપડેટ કરેલ પ્રોફાઈલ(બાયોડેટા) પુરાવા સાથે રજુ કરવાના રહેશે.

અરજી કરતી વખતે નામ, સરનામું અને ફોન નંબર જેવી વિગતો અને છેલ્લા ત્રણ વર્ષમાં કરેલ કાર્ય ફોટા સહિતના નક્કર પુરાવાઓ સાથે વધુમાં વધુ પાંચ પાનાના પુરાવા સાથેનો એક પેજ બાયોડેટા તા.૦૪/૦૧/૨૦૨૫ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નંબર-૪૨, રાજપાર્ક પાસે, જામનગર ખાતે રૂબરૂ અરજી તરીકે આપવાનો રહેશે.વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર ૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયુ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application