બાર્બીનો વધી રહ્યો છે ક્રેઝ, હવે લોકો ખરીદી રહ્યા છે ગુલાબી રંગના કોફિન

  • August 03, 2023 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાર્બી ડોલને લઈને લોકોમાં હંમેશા ક્રેઝ રહ્યો છે, પરંતુ જ્યારથી ફિલ્મ રીલિઝ થઈ છે ત્યારથી જ બાર્બીના લોકો દીવાના બન્યા છે, પરંતુ હવે આ ક્રેઝ કંઈક અલગ જ હદે જતો જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, અત્યાર સુધી તમે લોકોને બાર્બીનું ડ્રીમહાઉસ ખરીદતા જોયા હશે, પરંતુ હવે લોકો બાર્બીના થીમવાળા પિંક કોફિન્સ પણ ખરીદી રહ્યા છે, જેના વિશે તમે ભાગ્યે જ વિચાર્યું હશે.


ધ ન્યૂ યોર્ક પોસ્ટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગુલાબી શબપેટીઓની ક્લિપ પોસ્ટ કરી, જેમાં કેપ્શન છે, 'હોટ પિંક બાર્બી થીમ કોફિન્સ એ સૌથી નવી બાર્બીકોર સામગ્રી છે.' એક દિવસ પહેલા શેર કરેલી આ પોસ્ટને 2 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે. આટલું જ નહીં આ પોસ્ટને જોનારા લોકો તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'લોકોને શું થઈ ગયું છે.' અન્ય યુઝરે લખ્યું, 'આ ખૂબ જ વિચિત્ર છે.'


ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, હોલીવુડ અભિનેત્રી, સ્ટોરી લેખક અને નિર્દેશક ગ્રેટા ગેરવિકની બોલિવૂડ ફિલ્મ રિલીઝ થયા બાદ લોકોમાં ક્રેઝ અલગ જ સ્તર પર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દિવસોમાં બાર્બીકોર ટ્રેન્ડમાં છે, જેના કારણે લોકોમાં હવે આ ટ્રેન્ડને ફોલો કરવાનો અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે, જ્યારે પણ કોઈ લોકપ્રિય વસ્તુ ટ્રેન્ડમાં આવે છે, ત્યારે લોકો તેને ઝડપથી અનુસરવાનું શરૂ કરે છે, પરંતુ આ ટ્રેન્ડ જે તાજેતરમાં ઝડપથી વધી રહ્યો છે તે ચોક્કસપણે ખૂબ જ અલગ છે.


બાર્બીનો ક્રેઝ લોકો પર એટલો છવાયેલો છે કે હવે લોકો ડોલ થીમવાળી પિંક કોફિન્સ ખરીદી રહ્યા છે. આ જ કારણ છે, હવે ગુલાબી રંગની અછત છે. ગુલાબી શબપેટીઓની પ્રમોશનલ ક્લિપમાં સાંભળી શકાય છે કે, 'આ શબપેટીઓ, તેમના આકર્ષક તેજસ્વી ગુલાબી રંગની સાથે, તે અવિસ્મરણીય ક્ષણોની સ્પાર્ક અને ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે જે તેઓ તેમના જીવનમાં જીવ્યા હતા. તે એક પ્રકારનું રીમાઇન્ડર છે કે, આપણી યાદોને જીવંતતા સાથે ઉજવવી જોઈએ. આ સાથે આ શ્રદ્ધાંજલિ પ્રેમ, રંગો અને અવિસ્મરણીય યાદોથી ભરેલી ઉજવણી જેવી હોવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application