યુનિ.રોડ પર પાનની દુકાનમાંથી પ્રતિબંધિત વેપ સીગારેટ ઝડપાઇ

  • November 18, 2023 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા આશિવર્દિ એપાર્ટમેન્ટમાં આવેલી ગેલકસી પાનની દૂકાનમાંથી એસઓજીની ટીમે પ્રતિબંધિત વેપ સીગારેટ ઝડપી લીધી હતી.આ મામલે પોલીસે દૂકાનદાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ,એસઓજીની ટીમે ચેકિંગ દરમિયાન શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા આશિવર્દિ એપાર્ટમેન્ટમાં આવેલી ગેલકસી પાન નામની દૂકાનમાં તપાસ કરતા અહીંથી પ્રતિબંધિત વેપ સીગારેટ મળી આવી હતી.જેથી પોલીસે રૂ.6 હજારની કિંમતની 3 સીગારેટ કબજે કરી વેપારી તેજસ પ્રભુદાસભાઇ ચંદારાણા(ઉ.વ 41 રહે. 501 સિટી સેરેનીટી આલાપ ગ્રીન સિટી પાછળ રૈયા રોડ) સામે ધી સીગારેટ અને બીજી તમાકુ અધિનિયમ 2003 ની કલમ 7(2),20 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ પોલીસે કબજે કરેલી વેપ સીગારેટ ચાઇનીસ બનાવટની સીગારેટ છે.તેના એક કસમાં સામાન્ય સીગારેટ કરતા 10 ગણો વધુ નશો થતો હોય છે.પણ સાથોસાથ આ સીગારેટ સ્વાસ્થય માટે એટલી જ હાનીકારક હોય છે.માટે સરકાર દ્વારા તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.પણ છતાં કેટલાક ધંધાર્થી વધુ નફાની લાલચમાં આ સીગારેટનું વેચાણ કરતા હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application