હળવદમાં ઝડપાયેલા બાંગ્લાદેશી યુવકની ૩૦મી સુધીના રિમાન્ડ મંજૂર

  • January 25, 2023 07:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ તાલુકામાં પોલીસની સતકર્તાને પગલે ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાયો હતો. આ મામલે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ ૨૨ જાન્યુઆરી ના રોજ હળવદના પોલીસના મહેશભાઇ બાલાસરા,રણજીતસિંહ રાઠોડ નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન દરબાર નાકા, મેઈન બજાર પાસે આવતા એક અજાણ્યો યુવક રખડતો ભટકતો મળી આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા યુવક કાંઈ જણાવતો ન હતો અને તેની ભાષા બાંગ્લાદેશી હોવાનું જણાઈ રહ્યું હતું ૨૬ મી જાન્યુઆરી ને આડે હવે બે દિવસ બાકી છે.આ વખતે  મોરબી જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી હળવદ ખાતે યોજાનારી છે.


ત્યાંરે શંકાસ્પદ યુવકને રોકીને તેની પ્રાથમિક પુછપરછ કરતા તે બાંગ્લાદેશ નો હોવાનું સામે આવ્યું હતું અને તેની પાસેથી બાંગ્લાદેશી ભાષામાં લખેલ ચિઠ્ઠી પણ મળી હતી જેથી આ ઝડપાયેલા યુવકની કુંડળી કાઢવા મોરબી એસઓજી ની ટીમ જોતરાઈ હતી અને તપાસમાં ઘટસ્ફોટ થયા હતા.તેની પાસેથી બાંગ્લાદેશી ભાષા માં લખેલ ચિઠ્ઠી પણ મળી આવી હતી જે બાદ સમગ્ર મામલે આ યુવકની કુંડળી કાઢવા મોરબી એસઓજી ની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી અને ભાષા ની અણસમજ હોવાથી પોલીસને જવાબો મળી શકતા ન હતા જેથી મોરબી એસઓજી ના સ્ટાફ દ્વાતા બાંગ્લા ભાષા જાણતા વ્યક્તિને બોલાવીને પુછપરછ કરતા તેયુવકનુ નામ તુહજલ ઉર્ફે ડેવિડ રવી તેના પિતાનું નામ મુસ્લિમ હુસેન મૂળ ધર્મ મુસ્લિમ હાલ ધર્મે ક્રિશ્ચન (ઊ.વ.૨૬ રહે. સદર ઘાટ,જિલ્લો:છટ્ટો ગ્રામ ,બાંગ્લાદેશ)વાળો હોવાનું સામે આવ્યું હતું અને પૂછપરછ માં આ યુવક પાસે પાસપોર્ટ ,વિઝા સહિતના કાગળો ન હોવાનું ખુલ્યું હતું જેથી તે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી રહેતો હતો અને અલગ અલગ રાજ્યોમાં ફરી તે હળવદ પહોચ્યો હતો .જેથી પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરી રહેતા બાંગ્લાદેશી ઇસમ વિરૂદ્ધ ફોરેનર એક્ટ ૧૯૪૬ કલમ ૧૪ ()() મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
​​​​​​​
આ બાંગ્લાદેશી યુવકને હળવદ પીઆઈ એમ વી  પટેલ દ્વારા કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાતા યુવકના છ દિવસના   તારીખ  ૩૦ સુધીના  રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગુજરાતની વિવિધ એજન્સીઓ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવશે તેવું  હળવદ પીઆઇ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application