બાંગ્લાદેશને જની ચીમકી,હિંદુઓને બચાવો,નહીં તો...

  • December 05, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇસ્કોનના સતં ચિન્મયકૃષ્ણ દાસની ધરપકડ બાદ ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. હવે અમેરિકાએ હિંદુઓ પર થતા અત્યાચાર પર ચિંતા વ્યકત કરી છે અને જણાવ્યું છે કે લઘુમતીઓને બચાવો, નહિ તો અમારે આકરા પગલા લેવા પડશે.
અમેરિકાએ બાંગ્લાદેશમાં હિંદુઓ વિદ્ધ ચાલી રહેલી હિંસા અંગે દુ:ખ વ્યકત કયુ છે.અમેરિકન કોંગ્રેસમેન બ્રાડ શર્મને એક નિવેદન જારી કરીને બાંગ્લાદેશની વચગાળાની સરકારને હિંદુ લઘુમતીઓનું રક્ષણ કરવા જણાવ્યું હતું. શર્મને બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ િસ્તી એકતા પરિષદ અને સંયુકત રાષ્ટ્ર્રના માનવ અધિકાર માટેના હાઈ કમિશનર વોલ્કર તુર્ક પાસેથી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે તપાસની માંગ કરી હતી.
કોંગ્રેસના નેતા બ્રેડ શર્મને વર્તમાન યુએસ પ્રશાસનને હિંદુ સમુદાય સામેની હિંસા સામે પગલાં લેવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી. ગત મહિને ચિન્મય કૃષ્ણ દાસની દેશદ્રોહ અને બાંગ્લાદેશના રાષ્ટ્ર્રધ્વજ પર ભગવો ધ્વજ લહેરાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.તેની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયો વિદ્ધ હિંસાની ઘટનાઓ ઝડપથી વધી હતી. હિંદુ સમુદાયની એક રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્ર્રધ્વજનું અપમાન કરવાનો આરોપ લગાવતા સ્થાનિક રાજકારણીએ ફરિયાદ નોંધાવ્યા બાદ

ચિન્મય કૃષ્ણ દાસ વિર્રૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

કોંગ્રેસમેન બ્રાડ શર્મને જણાવ્યું છે કે બાંગ્લાદેશ સરકારની ફરજ છે કે તે તમામ નાગરિકોને, ખાસ કરીને લઘુમતી હિન્દુ સમુદાયને હિંસા સામે રક્ષણ આપે. હત્પં બાંગ્લાદેશના હિંદુ સમુદાય પર થયેલા તાજેતરના હત્પમલાઓથી રોષે ભરાયો છું અને બાંગ્લાદેશની સરકારને હિંદુ વિરોધી હિંસાનો અતં લાવવા ગંભીર પગલાં લેવા વિનંતી કંરૂ છું.
નોંધનીય છે કે ચિ
ન્મય કૃષ્ણ દાસે તેમની ધરપકડ વિદ્ધ કોર્ટમાં અરજી કરી હતી, જેના માટે આગામી સુનાવણીની તારીખ ૨ જાન્યુઆરી, ૨૦૨૫ નક્કી કરવામાં આવી છે. દરમિયાન, તે કથિત રાજદ્રોહના આરોપમાં જેલમાં રહેશે. ચટ્ટોગ્રામ મેટ્રોપોલિટન સેશન્સ જજ સૈફુલ ઇસ્લામે સુનાવણી માટે નવી તારીખ નક્કી કરી કારણ કે બચાવ પક્ષના વકીલ કોર્ટમાંથી ગેરહાજર હતા. ચિન્મયનો કેસ લડનારા એડવોકેટ રમણ રાય પર પણ જીવલેણ હત્પમલો કરવામાં આવ્યો હતો. હાલ તેઓ આઈસીયુમાં દાખલ છે. તેના પર કટ્ટરપંથીઓએ હત્પમલો કર્યેા હતો, જેમાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application