ભારતમાં સોલાર પ્રોજેક્ટ માટે અધિકારીઓને લાંચ આપવા અને અમેરિકન રોકાણકારો સાથે છેતરપિંડી મુદ્દે અમેરિકામાં આરોપો ઘડાયા પછી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ વધી રહી છે. અમેરિકાના આરોપોની કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ માટે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ છે. બીજીબાજુ શેખ હસિના સરકારે અદાણી જૂથ સાથે કરેલા વીજળી કરારોની સમીક્ષા કરવાનો બાંગ્લાદેશની વચગાળાની સરકારે નિર્ણય કર્યો છે. આવા સમયે ભાજપ નેતા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ સંસદના સત્ર અગાઉ ગૌતમ અદાણી સામે અમેરિકા દ્વારા આરોપો ઘડવાના સમય મુદ્દે સવાલ ઉઠાવ્યો છે.
દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકાએ કથિત લાંચ અને છેતરપિંડી બદલ આરોપ ઘડયા છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી મારફત ભારતીય એજન્સીઓ દ્વારા આ કેસની તપાસની માગ કરવામાં આવી છે.
અરજીમાં આરોપ મૂકાયો છે કે અમેરિકન કોર્ટના આરોપો અને એસઈસીની ફરિયાદમાં ગૌતમ અદાણી અને તેમના અધિકારીઓ દ્વારા ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપવાના ગંભીર આરોપ મૂકાયા છે. ભારતીય તપાસ એજન્સીઓએ આ આરોપોને ગંભીરતાથી લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટમાં વકીલ વિશાલ તિવારીએ આ અરજી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech