4 વર્ષથી નાના બાળકો માટે કફ સિરપના ઉપયોગ પર પ્રતિબંધ

  • December 21, 2023 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા, ડીસીજીઆઈ એ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનીલેફ્રાઇનનું સંયોજન ધરાવતા કફ સિરપ્ના ઉપયોગ પર પ્રતિબંધ લગાવતાની સાથે જ તમામ દવા કંપ્નીઓને સીરપ્ના લેબલિંગને તાત્કાલિક અપડેટ કરવા સૂચના આપી છે.ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ કફ સિરપ્ના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.વિશ્વભરમાં 141 બાળકોના મૃત્યુને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ સીરપ્ના લેબલિંગને તાત્કાલિક અપડેટ કરવા સૂચના આપવામાં આવી છે


ડીસીજીઆઈ એ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ કફ સિરપ્ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાતાની સાથે જ ચેતવણી પણ જારી કરી છે. ભારતના ડ્રગ રેગ્યુલેટરે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એન્ટી-કોલ્ડ ડ્રગ કોમ્બિનેશનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે આદેશ આપવામાં આવ્યો છે કે દવાઓનું લેબલીંગ તે મુજબ કરવામાં આવે.
સૂચિત દવાના સંયોજનમાં ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનીલેફ્રાઇનનો સમાવેશ થાય છે. સામાન્ય શરદીના લક્ષણોની સારવાર માટે તેનો ઉપયોગ ઘણીવાર સિરપ અથવા ગોળીઓમાં થાય છે. આ પ્રતિબંધનો નિર્ણય વિશ્વભરમાં 141 બાળકોના મૃત્યુને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.એન્ટી-કોલ્ડ ડ્રગ કોમ્બિનેશન પર રેગ્યુલેટરનો ઓર્ડર, જેને ફિક્સ્ડ-ડ્રગ કોમ્બિનેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને આ નિયમનો આદેશ 18 ડિસેમ્બરે જારી કર્યો હતો અને બુધવારે તેને જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એ જણાવ્યું હતું કે દવા ઉત્પાદકોએ તેમના ઉત્પાદનોને ચેતવણી સાથે લેબલ કરવાની જરૂર છે કે એફડીસી નો ઉપયોગ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં થવો જોઈએ નહીં. રેગ્યુલેટરે કહ્યું કે બાળકોમાં એન્ટી કોલ્ડ ડ્રગ કોમ્બિનેશન અંગે ફરિયાદો મળી રહી છે. એટલા માટે અમે આ નિર્ણય લીધો છે. સાથે જ તમામ દવા કંપ્નીઓને આ બે દવાઓનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલી સીરપ્ના લેબલિંગને તાત્કાલિક અપડેટ કરવા સૂચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application