રાજકોટમાં મિત્રો વચ્ચે નાણાકીય વ્યવહારમાં ઉઘરાણી બાબતે સમાધાન કરાવી દેવા રૂ.15 હજારની લાંચ લેવાના ૧૨ વર્ષ પહેલાના કેસમાં બજરંગવાડી પોલીસ ચોકીના કોન્સ્ટેબલને ખાસ અદાલતે એક વર્ષની જેલની સજા અને રૂ. ૫ હજાર દંડનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકિકત મુજબ પ્રફુલભાઈ પંડયાએ તેમના મિત્ર રવિભાઈ કોટકને રૂા.૨ લાખ મિત્રતાના દાવે ઉછીના આપ્યા હતા. આ રકમની ઉઘરાણી થતી હોવા બાબતે રવિ કોટકે બજરંગવાડી પોલીસ ચોકીના કોન્સ્ટેબલ ફિરોઝબીન અહેમદબીન આરબનો સંપર્ક કરી પ્રફુલ્લ પંડ્યા વિરૂધ્ધ અરજી દાખલ કરી હતી. આ અરજીના આધારે કોન્સ્ટેબલ ફરોઝબીને પ્રફુલ પંડ્યા સાથે ધરાર સમાધાન કરાવવા રૂા.૧૫ હજારની લાંચની માગણી કરી હતી, જે અંગે પ્રફુલ્લભાઈ પંડયાએ એસીબીમાં ફરિયાદ કરતા 2013ના મે મહિનામાં ગોઠવાયેલા છટકામાં કોન્સ્ટેબલ ફીરોઝબીન આરબ રૂા.૧૫ હજારની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયો હતો. ચાર્જશીટ બાદ કેસ ખાસ અદાલતમાં ચાલવા ઉપર આવતા આરોપી કોન્સ્ટેબલ ફિરોઝબીન આરબ વતી બચાવ લેવામાં આવેલ હતો કે હાલના કેસમાં લાંચના રૂા.૧૫ હજાર બજરંગવાડી પોલીસ ચોકીની બહાર સ્વીકારાયેલ છે કે પોલીસ ચોકીની સામે પાનની દુકાને સ્વીકારાયેલ છે, તે અંગે વિરોધાભાષ છે, તેથી આરોપી કોન્સ્ટેબલને આ વિરોધાભાષનો લાભ મળવો જોઈએ. આ ઉપરાંત આરોપી કોન્સ્ટેબલ ફીરોઝબીન આરબ પાસેથી આ લાંચની રકમ જપ્ત કરવામાં આવેલ હોવા અંગે સાહેદે જુબાનીમાં જણાવેલ નથી. તેમજ ફરિયાદી પોતે હોસ્ટાઈલ થયેલ છે. જેની સામે સરકારી વકીલ એસ કે વોરા દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે, બચાવ પક્ષે આ લાંચની રકમ આરોપીએ સ્વીકારેલ છે તેવી હકીકત જયાં સુધી સાબિત ના થાય ત્યાં સુધી સ્થળ અંગે વિરોધાભાષ કોઈ જ મહત્વનો નથી. તેમજ જયારે લાંચની રૂા.૧૫,૦૦૦ની રકમ વાળી ચલણી નોટો કોર્ટમાં રજુ થયેલ હોય અને આરોપીએ તે સમયે પહેરેલ પેન્ટ પણ જપ્ત કરવામાં આવેલ હોય ત્યારે આ પુરાવો અખંડીત અને સુપ્રીમ કહેવાય, જેના સમર્થનમાં બીજા કોઈપણ પુરાવાની જરૂરત રહેતી નથી. તેમજ ટ્રેપ વખતના સીઝર મેમોમાં આરોપીએ સહી કરી આપેલ હોય ત્યારે તેમની પાસેથી લાંચની રકમ જપ્ત થયાની હકિકત મૌખિક કે દસ્તાવેજી પુરાવાથી પણ વધારે મુલ્યાંકન ધરાવે છે. ખુદ ફરીયાદીએ પ્રોસિકયુશનના કેસથી વિરૂધ્ધની જુબાની આપેલ છે પરંતુ ફક્ત એક જ સાક્ષી હોસ્ટાઈલ થાય તેનાથી સમગ્ર કેસને કોઈ નુકશાન થતું નથી. અન્ય તમામ પુરાવાઓ ટ્રેપ અંગેની વિગતોને સમર્થન આપે છે. કાયદાની જોગવાઈ મુજબ તમામ સાક્ષીઓમાંથી ફકત એક જ સાક્ષી સાચી જુબાની આપે તો તેવા એકમાત્ર સાક્ષીની જુબાનીના આધારે આરોપીને તકસીરવાર ઠરાવી શકાય છે. સરકાર તરફેની આ મતલબની દલીલોને ગ્રાહ્ય રાખી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ વી.બી. ગોહીલે આરોપી કોન્સ્ટેબલ ફિરોઝબીન અહેમદબીન આરબને તકસીરવાર ઠરાવી એક વર્ષની જેલની સજા અને રૂ.૫,૦૦૦નો દંડનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech