પોરબંદરના બગવદર ગામના પી.જી.વી.સી.એલ. સબ ડિવિઝન કચેરીમાં જુનીયર ઇજનેર અને સીકયુરીટી ગાર્ડ સહિતના કર્મચારીઓ ઉપર બે શખ્શોએ હુમલો કરી ફરજમાં કાવટ કરતા પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, મારામારી અને ઝપાઝપીના વીડિયોનુ મોબાઇલથી શુટીંગ કરી રહેલ મહિલા કર્મચારી પાસેથી મોબાઇલ છીનવી લઇને વીડિયો ડીલીટ કરી નાખવામાં આવ્યો છે આથી ફરજમાં કાવટ સહિતની કલમો હેઠળ બે ઇસમો સામે ગુન્હો દાખલ થયો છે.
પોરબંદરના બોખીરામાં રીલાયન્સ પેટ્રોલપંપ પાછળ આવેલી અયોધ્યા નગરીમાં રહેતા મૂળ રાતીયા ગામના અને બગવદર ગામે પી.જી.વી.સી.એલ.ની સબ ડિવીઝન કચેરીમાં જુનીયર ઇજનેર તરીકે ફરજ બજાવતા રવિ સાંગણભાઇ મોકરીયા નામના ૨૯ વર્ષના યુવાને બગવદર પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૬-૧૦ના સાંજે પોણા છ વાગ્યે ફરીયાદી રવિભાઇ તથા પી.જી.વી.સી.એલ.ના અન્ય કર્મચારીઓ ઓફિસવર્ક કરતા હતા ત્યારે કચેરીની ફોલ્ટ ઓફિસમાં દેકારો થતો હોવાથી ફરીયાદી રવિભાઇ મોકરીયાએ બહાર નીકળીને જોયુ તો એપ્રેન્ટીસ તરીકે નોકરી કરતા શૈલેષભાઇ કાણેત હાજર હતા અને વાછોડા અને ખ્રીસ્તી એમ બે ગામના ૨૦ થી ૨૫ માણસોનુ ટોળુ વાછોડા ફીડર ચાલુ કરવા માટે રજૂઆત કરતા હતા જે પૈકી બે વ્યક્તિઓ ભરત ભીમા ખીસ્તરીયા અને અરસી હરદાસ કે જે બંને ખિસ્ત્રી ગામે રહે છે. તે બંનેને ઓફિસે અવારનવાર વીજતંત્રની સમસ્યા અંગે રજૂઆત કરવા આવતા હોવાથી તેઓને ફરીયાદી રવિ મોકરીયા ઓળખતા હતા આ માણસો પૈકી ભરત અને અરસીએ ફરીયાદી રવિને ઘેરી વળ્યા હતા અને ઉગ્ર થઇને કોલર પકડી ઝાપટો અને ઢીકા તથા મુક્કા મારવા લાગ્યા હતા આથી સીકયુરીટી ગાર્ડ પોપટભાઇ ગોગન ઓડેદરા બચાવવા માટે વચ્ચે પડતા તેની સાથે પણ ભરત ભીમા ખીસ્તરીયા અને અરસી હરદાસે ઝપાઝપી કરી હતી.
પોતાની જ કચેરીમાં આ પ્રકારનો ડખ્ખો અને મારામારી થતા હોવાથી જુનીયર આસીસ્ટન્ટ રાંભીબેન મોઢવાડીયા તેના મોબાઇલમાંથી વીડિયો શુટીંગ કરતા હતા. જે ભરત ભીમા ખીસ્તરીયા જોઇ જતા તેણે રાંભીબેન પાસેથી મોબાઇલ છીનવી લીધો હતો અને વીડિયો ડીલીટ કરી નાખ્યો હતો.
લાઇન ઇન્સપેકટર જેઠાભાઇ માલદેભાઇ મોઢવાડીયા કચેરીના કમ્પાઉન્ડમાં ઉભા હતા તેમની સાથે પણ આ બંને ઇસમોએ ગેરવર્તન કર્યુ હતુ. ફરીયાદી રવિ મોકરીયાએ પોલીસને ફોન કરતા ભરતે ‘જો તુ પોલીસ ફરિયાદ કરીશ તો તારે અમારા જ વિસ્તારમાં નોકરી કરવાની છે અમે તારા હાથપગ ભાંગી નાખશુ અને પતાવી દેશુ’ તેવી ધમકી આપી હતી. તેમની સાથે આવેલા બીજા માણસોના ટોળાએ એ બંનેને માથાકૂટ નહી કરવા અને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ બંને શખ્શો કોઇની વાત સાંભળવા તૈયાર ન હતા.
એપ્રેન્ટસ શૈલેષભાઇ કાણેતે ફરીયાદી રવિ મોકરીયાને જણાવ્યુ હતુ કે વાછોડા એ.જી. ફીડર છેલ્લા એક દિવસથી બંધ છે. એટલે ફીડર ચાલુ કરવાની રજૂઆત કરવા આવેલા આ શખ્શો ઉપરાંત અન્ય લોકો એ ફીડર શ કરવાની માંગ કરી હતી અને અરસી હરદાસે શૈલેષને થપ્પડ મારીને માથાકૂટ કરી હતી અને હેલ્મેટના પણ છુટા ઘા કર્યા હતા. આથી ફરીયાદી રવિ મોકરીયાએ ઉપરી અધિકારી વિસાણાને બનાવની જાણ કરી હતી અને તેઓ બ ત્યાં આવ્યા બાદ પોલીસ ફરિયાદ કરવાનુ નકકી થતા ખીસ્ત્રી ગામના ભરત ભીમા ખીસ્તરીયા અને અરસી હરદાસ સામે ગુન્હો દાખલ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech