તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં એક ટ્રેન દુર્ઘટના સામે આવી છે. પેસેન્જર ટ્રેન અને ગુડ્સ ટ્રેન વચ્ચે અથડામણ થઈ છે. મળતી માહિતી મુજબ, મૈસુર દરભંગા એક્સપ્રેસ એક માલગાડી સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ બાગમતી એક્સપ્રેસના આઠ ડબ્બા નીચે આવી ગયા હતા. આ ટ્રેનને બાગમતી એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. માલગાડી સાથે ટ્રેન અથડાયા બાદ ઘટનાસ્થળે આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.
રેલવેએ ઘટનાની કરી પુષ્ટિ
રેલ્વે પોલીસના જણાવ્યા અનુસાર તમિલનાડુના કાવરપેટ્ટાઈમાં એક એક્સપ્રેસ ટ્રેન ઉભેલી ટ્રેન સાથે અથડાઈ હતી. જેના કારણે અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે સ્થળ પર આગ પણ ફાટી નીકળી હતી. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે આ ઘટનામાં ટ્રેન નંબર 12578, મૈસુર-દરભંગા એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેન સામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech