બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના અમદાવાદના બન્ને દરબાર રદ, તો રાજકોટના દરબાર પાછળ ઠેલાશે ?

  • May 29, 2023 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા કેટલાક દિવસથી બાગેશ્વર ધામના પીઠાધીશ્વર બાબા ધીરેન્દ્ર ક્રિષ્ના શાસ્ત્રી ગુજરાતના પ્રવાસે છે. સુરતમાં દરબાર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી અને ઉમિયાધામની મુલાકાતે પણ ગયા હતા. આ બાદ બાબનો દરબાર અમદાવાદ ખાતે યોજાવાનો હતો, પણ ગતરોજ વરસાદના કારણે રદ થયો હતો. જયારે બાબાના ભક્તોને આજના દરબારની આશા હતી પણ આજે પણ ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા દરબાર રદ થયો છે.

ચાણકયપુરીના સ્થાને બાબાનો દિવ્ય દરબાર ઓગણજ સ્થિત ગ્રાઉન્ડમાં યોજાવવાનો છે, પરંતુ મેદાનમાં પાણી ભરાઈ જતા આજનો દિવ્ય દરબાર રદ્દ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ સ્થળ પર ઠેર ઠેર પાણી ભરાયા છે અને વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે.

ગઇકાલે પડેલા ધોધમાર વરસાદ અને પવન ફંકાવવાના કારણે દિવ્ય દરબાર યોજવાના સ્થળને અસર પહોંચી છે. અમદાવાદમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાક્રીના દિવ્ય દરબારનું આયોજન અમદાવાદમાં આજે ઓગણજમાં થવાનું હતું.. ગઇકાલે પડેલા ભારે વરસાદના કારણે દિવ્ય દરબાર સ્થાન ઓગણજમાં ભારે નુકશાન પહોંચ્યુ છે, અહીં ગ્રાઉન્ડ પર વ્યવસ્થા ખોરવાઈ ગઇ છે. ઓગણજમાં ગ્રાઉન્ડ પર કેટલીય જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા છે, અને ત્યાંની વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે.

ગઈકાલે ઓગણજમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રોગ્રામ કેન્સલ કરવાની નો`બત આવી હતી. ધમાકેદાર વરસાદને કારણે લોકો અધવચ્ચે કાર્યક્રમથી બહાર દોડી આવ્યા હતા. મહત્વનું છે કે ભારે ભવન સાથે વરસાદથી મંડપમાં પાણી ઘૂસી જતા અવ્યવસ્થાથી સર્જાઈ હતી. લોકોએ વરસાદથી બચવા ખુરશીઓ માથે ઓઢી હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા.
​​​​​​​

સુરતમાંથી બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની શઆત ગુજરાતમાં થઈ ગઈ હતી. બાબાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન બાબાએ પોતાના પ્રવચનની શઆત કરતા કહ્યું કે, જે રીતે ગુજરાતના લોકો આ રીતે એકઠા થઈ જશે ત્યારે ભારત તો શું પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર્ર બનાવી દઈશું. ગુજરાતની ભકિતમય ધરતીને હું પ્રણામ કરુ છું. એક વાત તમે તમારી જીંદગીમાં યાદ રાખજો, ન તો હું તમારી પાસે માન લેવા આવ્યો છુ, ન તો ધન લેવા આવ્યો છું, ન તો હું તમારી પાસે સન્માન લેવા આવ્યું છું. હું મારા ખિસ્સામાંથી તમને હનુમાન દેવા આવ્યો છું. તેમણે વધુમાં કહ્યું કે, ભારત હિન્દુ રાષ્ટ્ર્ર હતુ છે અને રહેશે. જે લોકો કહે છે કે, સંતો પાખડં કરે છે તેમને હું કહી દઉ કે, તમારી ઠાઠરી નિકળશે. જો કોઈને શંકા હોઈ તે બાગેશ્વર ધામ આવી જાય. હું કોઈને ભડકાવવા નથી આવ્યો પરંતુ તમને જગાડવા આવ્યો છું. જ્યાં સુધી ગુજરાતના લોકો રામમય નઈ થઈ જાય ત્યા સુધી હું ગુજરાતનો પીછો નહીં છોડું.

વરસાદ બાની સ્થિતમાં બાબાનો દર્બાદ લાગશે કે કેમ એ અંગે હાલ આયોજકોએ મૌન સેવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના નિર્ધારિત કાર્ક્રમો મુજબ પહેલી અને બીજી જુનના રોજ રાજકોટ ખાતે તેમનો દરબાર યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application