ભારત-ઓસ્ટ્રેલિયાની પ્રથમ ટેસ્ટમાં બબાલ....જાડેજા પર લાગ્યો બોલ સાથે છેડછાડનો આરોપ, જુઓ વિડીયો

  • February 10, 2023 07:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર રમત બતાવી છે. ઈજા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહેલા રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયન ટીમના પ્રથમ દાવમાં ઘાતક બોલિંગ કરતા કુલ 5 વિકેટ ઝડપી હતી. પરિણામ એ આવ્યું કે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ માત્ર 177 રનમાં સમેટાઈ ગયો.


હવે પહેલા દિવસની રમતને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો રવિન્દ્ર જાડેજાનો છે. આ વિડીયોમાં જોવા મળે છે કે જાડેજા એક પ્રસંગે બોલ ફેંકતા પહેલા સાથી ખેલાડી મોહમ્મદ સિરાજ પાસે જાય છે અને તેની પાસેથી કંઈક લે છે અને તેની આંગળીઓમાં નાખે છે.


ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોન કોમેન્ટ્રી કરવામાં ક્યાં પાછળ હતા? માઈકલ વોને ફોક્સ સ્પોર્ટની ટ્વીટ શેર કરતા લખ્યું, 'તે પોતાની ફરતી આંગળી પર શું મૂકી રહ્યો છે? આવું ક્યારેય જોયું નથી. જે સમયે આ વીડિયો બન્યો છે તે સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર પાંચ વિકેટે 120 રન હતો. તે સમયે કાંગારૂ ટીમ વતી એલેક્સ કેરી અને પીટર હેન્ડ્સકોમ્બ બેટિંગ કરી રહ્યા હતા.

​​​​​​​

જાડેજાએ તેની આંગળીઓ પર શું મૂક્યું હતું તે સ્પષ્ટ નથી. પરંતુ ફૂટેજ જોઈને જણાય છે. જો કે, માઈકલ વોન અને ટિમ પેઈનની ટિપ્પણીઓ દર્શાવે છે કે વિદેશી ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયન મીડિયાને જાડેજાની સફળતા પસંદ નથી આવી અને તેઓએ એક રીતે ભારતીય ક્રિકેટર પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવવાનો પ્રયાસ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application