આજે બાબા વિશ્વનાથના દરબારને 11 ટન ફૂલોથી શણગારવામાં આવશે

  • November 27, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવ દિવાળી પર કાશીના ઘાટ જ નહીં પરંતુ વિશ્વનાથ મંદિરને પણ ભવ્ય રીતે શણગારવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે કાશી વિશ્વનાથ મંદિર પરિસરને 11 ટન ફૂલોથી સજાવવામાં આવી રહ્યું છે. આજે દેવ દિવાળીની સાંજે કાશી વિશ્વનાથ ધામના ગંગા દ્વાર પર ભવ્ય લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


વારાણસી આખું સજ્જ છે અને દેવ દિવાળી માટે તૈયાર છે. બનારસના ઘાટો પર દીવાઓની કતાર છે. કાશીના વિશ્વનાથ મંદિરને વધુ ભવ્ય અને દિવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. કોરિડોરના ઉદ્ઘાટન સમયે શણગારવામાં આવ્યું હતું એ જ રીતે મંદિરને શણગારવામાં આવી રહ્યું છે.આવી સ્થિતિમાં ભક્તોના સ્વાગત માટે બાબાના દરબારને આકર્ષક દેશી-વિદેશી ફૂલોથી શણગારવામાં આવી રહ્યો છે. વિશાખાપટ્ટનમના એક વેપારી બાબાના ધામને 11 ટન ફૂલોથી સજાવી રહ્યા છે.મહાદેવના ધામને શણગારવા માટે કોલકાતા, બેંગ્લોર અને વિદેશથી ફૂલો આવી રહ્યા છે. કાશી વિશ્વનાથ મંદિર પરિસરને 11 ટન ફૂલોથી સજાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત યોગી સરકાર દ્વારા 27 નવેમ્બરે દેવ દિવાળીની સાંજે શ્રીકાશી વિશ્વનાથ ધામના ગંગા દ્વાર પર ભવ્ય લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પ્રવાસીઓ વિશ્વનાથ ધામ, કાશી અને ભગવાન શિવની ધાર્મિક કથા અને ગાથા જોઈ અને સાંભળી શકશે.


લેસર શોનો 5 મિનિટનો હશે
કાશી વિશ્વનાથ મંદિરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનીલ વમર્એિ જણાવ્યું કે ધામ, કાશીનું મહત્વ અને કોરિડોરના નિમર્ણિ પર આધારિત માહિતી ગંગા ગેટ પર લેસર શો દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે. લેસર શોનો સમયગાળો 5 મિનિટનો હશે, જે ઘણી વખત પ્રસારિત થશે.લેસર શોનું આયોજન એ રીતે કરવામાં આવી રહ્યું છે કે બોટર્સ અને ઘાટ પર હાજર લોકો આરામથી જોઈ શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application