રાજકોટમાં ૧૨ વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.રામકથા ૨૩ નવેમ્બરથી શ થઈને ૧ ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ ૧ લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. વરિ નાગરીકો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, પ્રજ્ઞાચક્ષુઓ અને બાળકો માટે કથા શ્રવણ માટે વિશેષ વ્યવસ્થા કરવાનો પ્રત્યન થશે. મોરારીબાપુની સમગ્રપણે ૯૪૭મી રામકથા યોજાશે.
આ કથાનું આયોજન વૃક્ષો અને વડીલો માટે કરવામાં આવ્યું છે. અગાઉ રાજકોટમાં મોરારી બાપુની સૌ પ્રથમ રામકથા ૧૯૭૬માં થઇ હતી ત્યારબાદ ૧૯૮૨, ૧૯૮૬ અને એ પછી ૧૯૯૮ માં માનસ મુદ્રિકા, ૨૦૦૭ માં માનસ વાલ્મિકી, ૨૦૧૨માં માનસ હરિહર નામે રામકથા યોજાઈ હતી. મોરારિબાપુની ૯૪૭મી રામકથામાં બાબા રામદેવ ઉપસ્થિત રહીને કથાનું રસપાન કરશે.
સ્વામી રામદેવ પતંજલિ યોગવિધાપીઠનાં સ્થાપક છે.તેમનું મુખ્ય કાર્યાલય હરિદ્રારમાં આવેલું છે. યોગ ગુ બાબા રામદેવે યોગાસનને જનતામાં લોકપ્રિય બનાવવાનુ તેમજ આયુર્વેદિક ચિકિત્સા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કયુ છે. સંસ્કાર, સંસ્કૃતિઅને સેવાનાં સિંચન સમા આ રામકથા આયોજનમાં બાબા રામદેવ હાજરી આપવાના છે.
સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે વૈશ્વિક રામકથા યોજાનાર છે. વૈશ્વિક રામકથાની વિશેષ વિગતો માટે મો.૯૬૬૪૮૫૧૭૩૮ પર સંપર્ક કરવા સદભાવના વૃદ્ધાશ્રમ દ્રારા જણાવાયું છે.
દરરોજ એક લાખથી પણ વધુ ભકતો રામકથા શ્રવણનો તથા પ્રસાદનો લાભ લેશે. ઉપરાંત સૌરાષ્ટ્ર્રના વિવિધ ગામો અને શહેરોમાંથી વિશેષ બસથી જોડાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેથી બધા લોકો તેનો લાભ લઈ શકશે. આ કથા સદભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે થઈ રહી છે. સદભાવના વૃધ્ધાશ્રમ વધુમાં વધુ વડિલોને પાછોતરી જિંદગીની ટાઢક આપી શકે તે માટે ૩૦૦ કરોડના માતબર ખર્ચે ૧૪૦૦ રૂમ ધરાવતું બિલ્ડિૈંગ બનાવવામાં આવશે જેમાં ૫૦૦૦ વડીલ આશ્રય લઈ શકશે.
સમગ્ર રામકથાનું જીવતં પ્રસારણ અનેક ચેનલ અને સોશિયલ મીડિયામાં કરવામાં આવશે. જેના કારણે દેશ–વિદેશનાં કરોડો લોકો ગરે બેઠા કથા શ્રવણનો લાભ લઈ શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech