રાજકોટના નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે બી વી લીંબાસીયા

  • March 16, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા ગઈકાલે મોડી સાંજે સરકારે ગેસ કેડરના સિનિયર સ્કેલના ૩૨ અધિકારીઓની બદલી કરી છે. રાજકોટમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ખાલી પડેલી જગ્યા પર ઈન્ડેકસટ–બી ના જોઈન્ટ મેનેજિંગ ડિરેકટર બી.વી.લીંબાસીયાની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ રાજકોટ ફરજ બજાવી ચૂકેલા અને અત્યારે જામનગરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ચીફ એકઝીકયુટીવ ઓફિસર તરીકે જવાબદારી સંભાળતા જે.ડી.ગઢવીને બદલવામાં આવ્યા છે અને તેને સૌરાષ્ટ્ર્ર–કચ્છ સિંચાઇ યોજનાના એડિશનલ કલેકટર તરીકે મૂકવામાં આવ્યા છે.જામનગરના નાયબ મ્યુનિસિપલ કમિશનર વાય.ડી.ગોહિલને ગાંધીનગર ખાતે કમિશનર ઓફ મ્યુનિસિપાલટી એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેકટ)માં મુકાયા છે.અગાઉ રાજકોટ ફરજ બજાવી ચૂકેલા અને હાલ વેઇટિંગ ફોર પોસ્ટિંગના લિસ્ટમાં રહેલા જે.સી.દલાલને પંચાયતી રાજ અને ગ્રામ્ય વિકાસ ઇન્સ્િટટૂટ જૂનાગઢમાં ડિરેકટર તરીકે નિમણૂક આપવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application