સુરતમાં ફરી વાર કાળ બની BRTS બસ, બે બસની ટક્કરમાં 8 બાઈકો કચડાયાં

  • December 24, 2023 03:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતમાં ફરી વાર BRTS બસ કાળ બની ગઈ હતી. જેમાં બે બસની ટક્કરમાં 8 બાઈકો કચડાયાંંની ઘટના સામે આવી છે. અને ઘટના સ્થળે 2થી વધુના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે 15 લોકોથી વધુ ઘાયલ થયાની માહિતી મળી રહી છે.


સુરતમાં BRTS બસે એક મોટો એક્સિડન્ટ કર્યો હતો. કતારગામ વિસ્તારમાં GIDC નજીક આવેલા પ્રમુખ સ્વામી બ્રિજ ઉતરતા બે BRTS બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક બસ પાછળ બીજી બસ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 બાઈક દબાઈ હતી જેમાં 2થી વધુ લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતા જ્યારે 15 લોકો ઘાયલ થયાં હતા, ઘાયલોને તાબડતોબ સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર ચાલુ કરી દેવાઈ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application