કેરળમાં નાણા વિભાગે સામાજિક સુરક્ષા પેન્શન લાભાર્થીઓ અંગે સમીક્ષા હાથ ધરી છે, જેમાં જાણવા મળ્યું છે કે બીએમડબલ્યુ કારના માલિકો અને એસી મમાં રહેતા લોકો પેન્શનનો લાભ લઈ રહ્યા છે. આ માહિતી સત્તાવાર સૂત્રોએ આપી હતી. કેરળમાં ગેઝેટેડ અધિકારીઓ અને કોલેજના પ્રોફેસરો સહિત લગભગ ૧,૫૦૦ સરકારી કર્મચારીઓએ છેતરપિંડી કરીને સામાજિક સુરક્ષા પેન્શન મેળવ્યું હોવાના અહેવાલ છે. જેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. મલપ્પુરમ જિલ્લાની કોટ્ટક્કલ નગરપાલિકામાંથી સામાજિક સુરક્ષા પેન્શન મેળવતા આર્થિક રીતે મજબૂત પૃભૂમિના લોકોનો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
નાણા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રકારનું ઓડિટ સમગ્ર રાયમાં કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય લાભાર્થીની યાદીમાંથી તમામ અયોગ્ય વ્યકિતઓને દૂર કરવાનો છે. વધુમાં, તમામ સ્થાનિક સ્વ–સંચાલિત સંસ્થાઓને બેંક ખાતામાં પેન્શનની રકમ મેળવનારા લાભાર્થીઓની યોગ્યતાનું નિયમિત મૂલ્યાંકન કરવા માટે નિર્દેશિત કરવામાં આવશે. કોટ્ટક્કલ મુદ્દે રાયના નાણામંત્રી કેએન બાલગોપાલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે એવા અધિકારીઓની તકેદારી તપાસનો આદેશ આપ્યો કે જેમણે ગરીબો માટેની સામાજિક સુરક્ષા પેન્શન યોજનામાં આવા સમૃદ્ધ વ્યકિતઓનો સમાવેશ કર્યેા હતો. એક સૂત્રએ જણાવ્યું હતું કે, નાણામંત્રીએ યોગ્યતાની ચકાસણી કરનારા અધિકારીઓ, આવકનું પ્રમાણપત્ર જારી કરનારા મહેસૂલ અધિકારીઓ અને પેન્શન મંજૂર કરનાર વ્યકિતઓ સામે તકેદારી તપાસ કરવા જણાવ્યું છે. નાણા વિભાગે વહીવટી વિભાગોને તાત્કાલિક કાર્યવાહીનો અહેવાલ સુપરત કરવા પણ નિર્દેશ આપ્યો છે. કોટ્ટક્કલ નગરપાલિકાના ૭મા વોર્ડમાં વિજીલન્સ અને એન્ટી કરપ્શન બ્યુરો દ્રારા તપાસ હાથ ધરવામાં આવી હતી. અગાઉ, મલપ્પુરમ ફાઇનાન્સ ઓડિટ વિભાગે પેન્શન લાભાર્થીઓની તપાસ કરી હતી. બેતાલીસ લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૩૮ અયોગ્ય જણાયા હતા અને એકનું મૃત્યુ થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓડિટમાં બીએમડબલ્યુ કારના માલિકો સહિત અયોગ્ય વ્યકિતઓના પેન્શન લાભો મેળવવાના ચોંકાવનારા કિસ્સાઓ બહાર આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલાક પેન્શનરો એર કંડિશનર જેવી સુવિધાઓવાળા મકાનોમાં રહે છે. સરકારી નોકરી કરનારા પેન્શનરોના જીવનસાથી કલ્યાણકારી પેન્શન લેતા હોય તેવા દાખલા પણ જોવા મળ્યા હતા. ઓડિટમાં બહાર આવ્યું છે કે ઘણા અયોગ્ય લાભાર્થીઓ ૨,૦૦૦ ચોરસ ફટથી મોટા મકાનોમાં રહેતા હતા. નાણા વિભાગને એક જ વોર્ડની પેન્શન યાદીમાં અયોગ્ય લાભાર્થીઓનો મોટા પાયે સમાવેશ કરવા પાછળ ભ્રષ્ટ્રાચાર અને મિલીભગતની શંકા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ: નખત્રાણામાં નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ, એક આરોપીની ધરપકડ
December 21, 2024 08:58 PMકાલાવડ બાર એસોસિએશનની ચુંટણીના પરિણામ જાહેર
December 21, 2024 07:23 PMકાલાવડ ફાયરની ટીમે ડેકોર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં રેસ્ક્યુ કરી કરોડોનું નુકસાન બચાવ્યું
December 21, 2024 07:22 PMજામનગરના રણજીતસાગર રોડ પર કુખ્યાત શખ્સના ભાઈ ધર્મેશ રાણપરીયાની પેસકદમી, તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું
December 21, 2024 06:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech