બીએમએસ દ્વારા આંગણવાડીના વિવિધ પ્રશ્નો બાબતે મંત્રી ભાનુબેનને રજૂઆત કરાઈ

  • September 04, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય મજદૂર સંઘના પ્રદેશ પદાધિકારીઓ દ્વારા  આંગણવાડીના વિવિધ પ્રશ્નો બાબત મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાને મળી રજૂઆત કરેલ અને પ્રશ્નો બાબત વિસ્તૃત ચર્ચા કરી હતી. આગામી ટૂંક સમયમાં જ ઇખજના પ્રતિનિધિઓ સાથે મંત્રીના અધ્યક્ષ સ્થાને સંબધિત અધિકારી ની ઉપસ્થિતિ માં બેઠક બોલાવી પ્રશ્નો નું નિરાકરણ લાવવા આવશે આ બેઠક માં પ્રદેશ મહામંત્રી  ગીરીશભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ  જેડી મજમુદાર અને સ્વાયત્તશાસી રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ મંડલી,આંગણવાડી કર્મચારી મહાસંઘના મહામંત્રી ભાવિકાબેન, મધુબેન, હેમલતાબેન, પ્રતિભાબેન, અને પ્રદેશના ઉપાધ્યક્ષ  રાજેન્દ્રસિંહ ચુડાસમા અને શૈલેષભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application