શહેર–જિલ્લા અને મહાનગરોના ભાજપના પ્રમુખોની જાહેરાતો વચ્ચે એકાએક પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે તેવી વાતો શરૂ થઈ હતી હવે ફરી પ્રદેશ પ્રમુખના બદલે શહેર–જિલ્લા પ્રમુખોની નિમણૂકોનો મામલો હાથ પર લેવામાં આવે તેવી શકયતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ભાજપના સંગઠન માળખાના ટોચના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ ૈૈઆજથી સ્વીત્ઝરલેન્ડના પ્રવાસે છે અને તેમનો આ પ્રવાસ આગામી તા.૨૫ સુધીનો છે. પાટીલની ગેરહાજરીમાં નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવી શકયતા નહીંવત છે. આ બાબતને ધ્યાનમાં રાખી હવે ફરી શહેર–જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની નિમણૂકોની વાતો શરૂ થઈ ગઈ છે. કારણ કે આવી નિમણૂકોમાં પ્રદેશ ચૂંટણી અધિકારી અને રાજકોટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડની સહી લેવામાં આવતી હોય છે.
ગુજરાતના ભાજપના રાષ્ટ્ર્રીય પ્રભારી યાદવ બે દિવસ પહેલા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા આયોજિત સ્વામીત્વના પ્રોજેકટના અનુસંધાને તે ગુજરાત આવ્યા હતા પરંતુ 'કમલમ'ની તેમણે મુલાકાત લીધી ન હતી એટલું જ નહીં સંગઠન માળખાના આગેવાનોથી પણ અંતર જાળવી રાખ્યું હતું તે બાબતને રાજકીય નિરિક્ષકો મહત્વની ગણાવી રહ્યા છે.
ભાજપના સમગ્ર સંગઠન માળખામાં બદલાવ લાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ ધરખમ બદલાવ મા વફાદારોને સાચવવાની નિતીના કારણે રાયના મહાનગરોમાં અને જિલ્લ ામા પ્રમુખોની નિમણૂંકો જાહેર કરવામા વિલબં થાય એવી શકયતા છે. ભાજપ ઉપરથી–નીચે સુધી ધરખમ ફેરબદલ કરવાની પ્રક્રિયા તરફ આગળ વધી રહ્યો છે, અને ટૂંક સમયમાં જ તેના જિલ્લ ા અને શહેરના છે. જો કે ભાજપના નેતાઓ જેટલી સમજે છે એટલી આ પ્રક્રિયા સરળ નથી.
પક્ષના નેતાઓ અને કાર્યકરો વચ્ચે પ્રવર્તી રહેલાં તિવ્ર મતભેદો હવે તરીને સપાટી ઉપર આવી ગયા છે. દરેક કાર્યકર જિલ્લા કે શહેરનું પ્રમુખપદ હાંસલ કરવા સખત પ્રયાસો કરી રહ્યો છે. પક્ષના સૂત્રોએ કહ્યું હતું કે રાયના જિલ્લાઓના અને શહેરના પ્રમુખોની નિમણૂંકોમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહનો અભિપ્રાય સૌથી મહત્વનો બની રહેશે. અમદાવાદ અને ગાંધીનગર, રાજકોટ, સુરત,જેવા સૌથી મહત્વના શહેરોના પ્રમુખોની નિમણૂંકો અમીત શાહના વફાદાર કાર્યકરની જ થાય એવી શકયતા રહેલી છે, કેમ કે ગાંધીનગર અને અમદાવાદના કેટલાંક વિસ્તારો અમીત શાહના સંસદીય મતવિસ્તારમાં પડે છે.તો સુરતની ઔધોગિક લોબી,એલફેલને બેસાડવા રાજી નથી, સૌરાષ્ટ્ર્રની રાજધાની રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ રાયપાલ ની લોબી ને તોડવા માટે થઈને અમિત શાહના અત્યતં વિશ્વાસુ વ્યકિતને મૂકવાની તજવીજ શ થઈ હોવાનું ચર્ચાય રહ્યું છે. આમ પ્રમુખ પદને લઈને મામલો ગુચવાયો છે પરિણામે નિમણૂક વિલંબિત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech