સંક્રાંત પછી ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત: તા.૧૬ના નિરીક્ષક આવશે

  • January 13, 2025 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂક માટે કેન્દ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ ૧૬ જાન્યુઆરીએ ગાંધીનગર આવે તેવા સંકેત મળી રહ્યા છે. ઉતરાયણ બાદ ભાજપ હાઈકમાન્ડ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરી શકે છે. તે જોતાં અત્યારથી નવા સુકાની કોણ તેની અટકળો તેજ થઇ ચૂકી છે. હાલ એવી ચર્ચા છે કે ઓબીસી નેતા પર ભાજપ પ્રદેશ પ્રમુખ પદની પસંદગીનો કળશ ઢોળાય શકે છે. આમ છતાં હાઇકમાન્ડ કોથળા માંથી નવું નામ જાહેર કરે તો નવાઈ પામવા જેવું નહીં હોય.
ઉતરાયણ પછી તરત જ ભાજપ શહેર જિલ્લા પ્રમુખના નામની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. પ્રદેશ પ્રમુખની નિમણૂક માટે કેન્દ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ ૧૬ જાન્યુઆરીએ ગાંધીનગર આવશે તેવી સંભાવના છે.
હાલમાં પાટીદાર મુખ્યમંત્રી હોવાથી સામાજિક સમીકરણને જોતાં ઓબીસી નેતાને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી શકયતાઓ વધી ગઇ છે. પ્રદેશ પ્રમુખ તરીકે પૂર્ણેશ મોદી, ઉદય કાનગડ, અર્જુન સિંહ ચૌહાણ, જગદીશ પંચાલ અને અમિત ઠાકોરના નામ ચર્ચામાં છે. આમ છતા હાઇકમાન્ડ કોથળા માંથી નવું નામ જાહેર કરે તો નવાઈ પામવા જેવું નહીં હોય.
આ વખતે સૌરાષ્ટ્ર્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી નેતાની પ્રમુખ પદ માટે પસંદગી થાય તેવી શકયતા છે. જોકે ભાજપમાં શું થશે તે રાજકીય પંડિતો પણ કહી શકે તેમ નથી તે જોતાં હવે સૌની નજર ગાંધીનગર તરફ મંડાઈ છે.સી.આર.પાટિલની વિદાય બાદ ગુજરાત ભાજપના સુકાની પદે કોને બેસાડાય તે મુદ્દે રાજકીય અટકળો નુ બજાર ગરમ છે. સરકાર અને સંગઠનમાં તાલમેલ જાળવી શકે તેવા નેતાને પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવા હાઈકમાન્ડે મન બનાવ્યું છે.
અહીં નોંધવું જરી છે કે ગુજરાત ભાજપમાં હવે પ્રદેશ અધ્યક્ષનું પદ ઓબીસી નેતાના હાથમાં સોંપવામાં આવશે કારણ કે સ્થાનિક સ્વરાયની ચૂંટણી હવે ૨૭% ઓબીસી અનામતના અમલ બાદ યોજાવા જઈ રહી છે તેવા સંજોગોમાં ઓબીસી નેતાની જ પસંદગી થશે તો બીજી બાજુ ગુજરાત રાયના મુખ્યમંત્રી પાટીદાર સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે.

સંક્રાંત બાદ રાયના મંત્રીમંડળમાં બદલાવની ફરી નવેસરથી ચર્ચા શરૂ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે આ પ્રવાસ દરમિયાન તેઓ તેમના મતવિસ્તારના કાર્યક્રમોની સાથે કેટલીક મહત્વની બાબતો હાથ પર લે તેવી શકયતા સેવાઈ રહી છે જેના ભાગપે ગુજરાત રાયના મંત્રીમંડળમાં ઉત્તરાયણ પછી ફેરફારની શકયતા જોવાય રહી છે વર્તમાન મંત્રીમંડળના ત્રણેક જેટલા મંત્રીઓ પડતા મુકી અને કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા પાંચમાંથી બે મંત્રીઓને મંત્રી પદની લાહણી કરવામાં આવે તેવી શકયતા જોવાય રહી છે.હાલના મંત્રી મંડળમાં ઉતરાયણ બાદના રાજકીય પવનમાં કોનો પતગં ચગશે અને કોનો કપાશે તેની ચર્ચા જોર શોરથી ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીયજનતા પાર્ટીને ૧૫૬ બેઠકો પર જીત મળ્યા બાદ કોંગ્રેસના પાંચ ધારાસભ્ય કોંગ્રેસ છોડીને ભાજપમાં પેટા ચૂંટણી જીતી જતા કુલ ધારાસભ્યોની ભાજપની સંખ્યા ૧૬૧ થઈ ચૂકી છે ત્યારબાદ તાજેતરમાં વાવની કોંગ્રેસની પરંપરાગત બેઠક પર વિજય મેળવવામાં ભાજપને સફળતા મળતા હવે વિધાનસભા ગૃહમાં ૧૬૨ સભ્ય સંખ્યા સાથે ભાજપ સૌથી વધુ બળવાન પક્ષ બની ચૂકયો છે.
દરમિયાન વર્તમાન સરકારના કેટલાક મંત્રીઓની નબળી કામગીરી ચર્ચાનો વિષય છે તો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા બે થી ચાર ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવા માટે થઈને કવાયત શ કરવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે રાયમાં હાલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત આઠ કેબિનેટ કક્ષાના મંત્રીઓ આઠ રાય કક્ષાના મંત્રીઓ મળી કુલ ૧૭ નું મંત્રીમંડળ છે ગુજરાત વિધાનસભાના ૧૮૨ ધારાસભ્ય સંખ્યાના ૧૫% લેખે ગુજરાતમાં કુલ ૨૭ મંત્રીઓ મંત્રીમંડળમાં સમાવી શકાય તેમ છે વધુ ૧૦ મંત્રીઓનો ઉમેરો કરી શકાય તેટલી ક્ષમતા હજુ સુધી છે.
ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ મુજબ ગુજરાતમાં ભાજપને પડકાર આપી શકે તેવો કોઈ વિપક્ષ નથી ભાજપના ૧૬૨ ધારાસભ્યોની સંખ્યા જોતા બે પાંચ ધારાસભ્ય સરકાર સામે નારાજગીનો સુર વ્યકત કરે તો પણ કોઈ ફરક પડતો નથી હાલ નવા મંત્રીઓ પદ માટે અર્જુન મોઢવાડિયા સી જે ચાવડા જે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે તેમને મંત્રી થવાની ઉતાવળ છે અને તેઓ એક યા બીજી રીતે દબાણ કરી રહ્યાનું ચર્ચા રહ્યું છે દરમિયાન વર્તમાન સરકારના કેટલાક મંત્રીઓની નબળી કામગીરી તત્રં ઉપર પકડના અભાવે સરકારની ફજેતી થઈ રહી હોવાની વિગતો હાઈકમાન્ડ સુધી પહોંચી ચૂકી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application