દેવભુમી દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે આજરોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાઇ હતી, જેમાં જીલ્લા કલેકટર જી.ટી. પંડયાના અઘ્યક્ષસ્થાને મહોત્સવનું સુચારુ આયોજન કરાયુ હતું, રાજય સરકાર દ્વારા ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાબરમતી રીવર ફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવનું તા. 11 થી 14મી સુધી આયોજન કરાયુ હતું તેમજ દેવભુમી દ્વારકા જીલ્લામાં આજરોજ તા. 13 જાન્યુઆરીના દિવસે મહોત્સવ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પતંગબાજો જોડાયા હતા.
આ મહોત્સવમાં કાઇટીસ્ટો માટેના સ્ટોલ, સ્ટેજ તેમજ આનુસાંગીક વ્યવસ્થા કરાઇ હતી. સાંસ્કૃતીક કાર્યક્રમની પ્રસ્તુતી ઉપરાંત ફાયર બ્રિગેડ, મોબાઇલ ટોયલેટની સુવિધા, મેડીકલ ટીમ સહિતની સુવિધાઓ કલેકટર દ્વારા કરાઇ હતી આ મહોત્સવમાં મોટી સંખ્યામાં દેવભુમી દ્વારકા જીલ્લાના તેમજ સમગ્ર ગુજરાતમાથી પતંગબાજો જોડાય હતા અને અવનવી જાતના પતંગો ચગાવીને મહોત્સવની મજા માણી હતી, મકરસંક્રાંતી પર્વને લઇને ગુજરાત સરકાર દ્વારા શિવરાજપુર બીચ પર આ મહોત્સવ યોજાયો હતો હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા દેવભુમી દ્વારકા જીલ્લાના કલેકટર સહિતના આગેવાનો ઉપસ્થીત રહયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુડુચેરીમાં એચએમપીવી વાયરસનો બીજો કેસ, 5 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
January 13, 2025 03:16 PMમાર્ગ અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલ લઈ જનારને રૂ. 25000નું ઈનામ અપાશે: નીતિન ગડકરી
January 13, 2025 03:12 PMશ્રીનાથજી ચોક નજીકથી ચોરાઉ બાઇક સાથે અમરેલી પંથકનો શખસ ઝડપાયો
January 13, 2025 03:07 PM૧૭.૪૪ લાખના ફ્રોડમાં ઝડપાયેલો શખસ બેંક એકાઉન્ટ ભાડે મેળવવા–ખરીદવાનું કામ કરતો
January 13, 2025 03:06 PMચાઇનીઝ–કાચની દોરીના ધંધાર્થીઓ પર ધોંસ: ૪૦થી વધુ ઝડપાયા
January 13, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech