જીતના વિશ્વાસ સાથે ભાજપે શરૂ કરી ઉજવણીની તૈયાર

  • June 03, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભા ચૂંટણીમાં મોટી જીતના વિશ્વાસ સાથે ભાજપે ઉજવણીની તૈયારીઓ શ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, ભારતીય જનતા પાર્ટીએ શપથ ગ્રહણ સમારોહ અને જીત બાદ એક મોટા સમારોહ માટે મોટી યોજના બનાવી છે અને તેના માટે કરવાનું કામ પણ શ કરી દીધું છે. એકિઝટ પોલના પરિણામોમાં એનડીએને મોટી બહત્પમતી મળી છે. આ પછી ભાજપના કાર્યકરોનો ઉત્સાહ પણ બમણો થઈ ગયો છે. મતગણતરી ૪ જૂન એટલે કે મંગળવારે થશે.



અહેવાલ મુજબ રાષ્ટ્ર્રપતિ સચિવાલયે ડેકોરેશન મટિરિયલ માટે ટેન્ડર પણ બહાર પાડા હતા. ચૂંટણીના પરિણામો બાદ રાષ્ટ્ર્રપતિ ભવન ખાતે વડાપ્રધાન અને અન્ય કેબિનેટ મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્ર્રપતિ ભવનથી તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર લગભગ ૨૧ લાખ પિયાનું આ ટેન્ડર આજે ખુલશે. આ પછી, પાંચ દિવસમાં ટેન્ડર મુજબ ઓર્ડર પૂર્ણ કરવાનો રહેશે.
રાષ્ટ્ર્રપતિ ભવનમાં ગયા અઠવાડિયે જ શપથગ્રહણની તૈયારીઓ શ થઈ ગઈ હતી. સાથે જ ભાજપે પણ ઉજવણી માટે મોટા આયોજનો કર્યા છે. મળતી માહિતી મુજબ બીજેપી તેના ફંકશનનું આયોજન ભારત મંડપમમાં કરી શકે છે. શપથ ગ્રહણ સમારોહના દિવસે જ આ સમારોહનું આયોજન કરવામાં આવશે.



આ ઈવેન્ટની થીમ ભારતની ધરોહર હોઈ શકે છે. તેમાં સાઉન્ડ–લાઇટ શોનું પણ આયોજન કરી શકાશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ૮ થી ૧૦ હજાર લોકો ભાગ લે તેવી શકયતા છે. આ કાર્યક્રમમાં વિદેશી સરકારોના પ્રતિનિધિઓ પણ ભાગ લઈ શકે છે. એક વરિ અધિકારીના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ ૯ જૂને યોજાઈ શકે છે. જો કે હજુ આખરી નિર્ણય લેવાયો નથી.


એકિઝટ પોલમાં એનડીએને જંગી બહત્પમતી આપવામાં આવી છે. ઈન્ડિયા ટુડે–એકિસસ માય ઈન્ડિયાના એકિઝટ પોલમાં એનડીએને ૩૬૧થી ૪૦૧ સીટો આપવામાં આવી છે. યારે ઈન્ડિયા એલાયન્સને માત્ર ૧૩૩થી ૧૬૬ સીટો મળી છે. એબીપી  સીવોટરએ પણ એનડીએ માટે ૩૫૩ થી ૩૮૩ બેઠકોનો અંદાજ લગાવ્યો છે. ઓછામાં ઓછા ત્રણ એકિઝટ પોલમાં એનડીએ ૪૦૦ને પાર કરી રહ્યું હોવાનું કહેવાય છે. આ વખતે ભાજપ ૪૦૦થી વધુના નારા સાથે ચૂંટણી લડી રહી હતી. જો એનડીએ જીતશે તો નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનાર બીજા પીએમ હશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application