લોકસભાની આગામી ચૂંટણીના અનુસંધાને સૌરાષ્ટ્ર્ર કચ્છની રાજકોટ પોરબંદર જામનગર અને કચ્છ બેઠકના ભાજપના ઉમેદવારો જાહેર કરી દેવાયા છે. પરંતુ કોળી મતદારોના વર્ચસ્વવાળી સુરેન્દ્રનગર જુનાગઢ અને ભાવનગર બેઠક પર કોને ઉમેદવાર જાહેર કરવા તે મામલે બરાબરનો પેચ ફસાયો છે. આવા વાતાવરણમાં કોળી સમાજના નેતા અને ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને દિલ્હી આવી જવાનો આદેશ મળતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આગામી તારીખ ૬ આસપાસ ભાજપના રાષ્ટ્ર્રીય પાર્લામેન્ટરી બોર્ડની વધુ એક બેઠક મળનારી છે અને તેમાં ગુજરાતના બાકી રહી ગયેલા ૧૧ નામ જાહેર થાય તેવી ભારોભાર શકયતા છે.
અમરેલી બેઠક પર કેન્દ્રીય મંત્રી પુષોત્તમ પાલા પ્રબળ દાવેદારોના લિસ્ટમાં સૌથી ટોચ પર હતા પરંતુ તેને રાજકોટમાંથી ચૂંટણી જગં લડવાનું કહેવાતા હવે અમરેલીની બેઠક પર ભાજપ કોને ટિકિટ આપશે તે મુદ્દો મહત્વનો બન્યો છે. રાજકોટમાં કડવા અને પોરબંદરમાં લેઉવા જ્ઞાતિના સમીકરણો સેટ કરીને બે કેન્દ્રીય મંત્રીઓને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે હવે અમરેલીમાં જ્ઞાતિ જાતિ સહિતના સમીકરણો ધ્યાનમાં રાખી કોને ટિકિટ મળે છે તે મામલે ભારે સસ્પેન્સ ઊભું થયું છે.
ભાવનગરમાં વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળને ટિકિટ નહીં મળે અને તેની જગ્યાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને ભાવનગર થી ચૂંટણી જંગમાં ઉતારવામાં આવશે તેવી અટકળો હતી. પરંતુ માંડવીયાને પોરબંદર થી ટિકિટ આપવામાં આવી છે અને ભાવનગર બેઠકના ઉમેદવારનું હજુ નામ જાહેર કરાયું નથી. ભાવનગર બેઠક પર વર્તમાન સાંસદ ભારતીબેનને રીપીટ કરવામાં નહીં આવે તો ગોરધનભાઈ ઝડફિયા આર.સી.મકવાણા મહેન્દ્રસિંહ સરવૈયા જેવા નામો બોલાઈ રહ્યા છે. પરંતુ જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં કયા સમાજને ટિકિટ મળે છે તેના આધારે ભાવનગરમાં ટિકિટનું ભાવી નક્કી થશે તેવું રાજકીય નિરીક્ષકો જણાવે છે.
જૂનાગઢમાં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા રિપીટ થશે કે તેના બદલે અન્ય કોઈને ટિકિટ ફાળવવામાં આવશે તેવા સવાલો પૂછાઇ રહ્યા છે. જુનાગઢમાં સેન્સ ની પ્રક્રિયા વખતે રાજેશભાઈ ચુડાસમા ઉપરાંત કિરીટભાઈ પટેલ કે.જી.રાઠોડ જશાભાઇ બારડ નિલેશ ભાઈ ધુળેશિયા ડોલરભાઈ કોટેચા યોતિબેન વાછાણી ભાવનાબેન હિરપરા અને ગીતાબેન માલમ જેવા નામો બોલાઈ રહ્યા છે.
સુરેન્દ્રનગરમાં વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા શંકરભાઈ વેગડ પરસોત્તમભાઈ સાબરીયા લાલજીભાઈ મેર દેવ કોરડીયા શંકર બાવળીયા જેવા અનેક નામમાં સેન્સ પ્રક્રિયા પછી બહાર આવ્યા હતા.લોકસભાની ૨૬ બેઠકોમાંથી ૧૫ બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત પ્રથમ લિસ્ટમાં જ થઈ ચૂકી છે હવે બાકી રહેતી ૧૧ બેઠકો માટે રસાકસીનો ખેલ શ થયો છે સામાજિક સમિકરણ સેટ કરવા અને મજબૂત ઉમેદવારોના નામોની પ્રથમ જાહેરાત કરી દેવાય છે મોટાભાગના ચહેરાઓ રિપીટ થયા છે હવે બાકી રહેતી ૧૧ બેઠકો માટે હાઈ કમાન્ડ શું નિર્ણય લેશે તેના પર સૌની નજર છે. તો સૌરાષ્ટ્ર્રની અમરેલી જુનાગઢ ભાવનગર અને સુરેન્દ્રનગરની બેઠક પર પસંદગીનો કળશ કોના પર ઢોળાય છે તેના પર સૌની નજર છે જ્ઞાતિગત સમીકરણો સાથે સ્થાનિક કક્ષાએ ઉમેદવારોની પસંદગીને લઈને છેલ્લી ઘડીને રસાકસીના ખેલ શ થયા છે.
અત્યાર સુધી જાહેર થયેલી બેઠકો મુજબ બે અનુસૂચિત જાતિ ત્રણ અનુસૂચિત જનજાતિ અનામત ઉમેદવારો ઉપરાંત એક વણિક એક મરાઠા એક કડવા પાટીદાર બે લેવા પાટીદાર અને પાંચ ઓબીસી ની ટિકિટ આપવામાં આવી છે. સામાજિક અને રાજકીય સમીકરણોમાં જો મંત્રીમંડળમાં સમાવેશ કરવાની વાત આવે તો બે કડવા પાટીદાર નેતાઓને ટિકિટ આપ્યા પછી તેમને સમાવી ન શકાય તો અન્યાયની લાગણી થાય તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે મહેસાણા થી નીતિનભાઈ પટેલે તેમની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી દીધી છે.
હવે અમદાવાદ પૂર્વ વડોદરા છોટાઉદેપુર સુરત વલસાડ જુનાગઢ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર જેવી બેઠકો બાકી રહી છે આ માટે નવા ચહેરા પર પસંદગી ઉતારવામાં આવે તેવી શકયતા છે ખાસ કરીને મહિલા અનામતના ધોરણો લાગુ કરાય તો આઠ જેટલી મહિલાઓને ટિકિટ આપવામાં આવી શકે છે હાલ અત્યાર સુધીમાં બે જ મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે હવે બાકી રહેતી ૧૧ બેઠકો માટે કેટલી મહિલાઓને લોટરી લાગશે તેનું ચિત્ર આ સાહના અતં સુધીમાં તૈયાર થશે.
પ્રથમ તબક્કામાં જે નામ જાહેર થયા નથી તે બેઠક પર પસંદગીમાં તકલીફ પડી રહી હોવાનું સંદેશો મળી રહ્યો છે સૌરાષ્ટ્ર્રની અમરેલી જુનાગઢ ભાવનગર અને સુરેન્દ્રનગરની બેઠકો પર ભારે ખેંચતાણ છે. યારે ઉત્તર ગુજરાતની સાબરકાંઠા મહેસાણા તેમજ દક્ષિણ ગુજરાતની વડોદરા સુરત છોટાઉદેપુર અને વલસાડ ની બેઠકો પર ઉમેદવારોની પસંદગીમાં કોઈ જગ્યાએ કાચું કપાય નહીં તેવો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે યારે અમદાવાદની એક મળીને ૧૧ બેઠકો માં ઉમેદવારોની પસંદગી કાઠી હોવાનું બહાર આવી રહ્યું છે.
સૌરાષ્ટ્ર્રની બાકી રહેતી ચાર બેઠકો માટે હાઈ કમાન્ડે પાણીદાર નેતાની પસંદગી કરવી છે જેમાં અમરેલીમાં ત્રણ ટમ થી ચુંટાતા નારણ કાછડીયાને પડતા મૂકવા માટે અને કારણો છે તો પાટીદાર સમુદાય ના ઉમેદવારને પસંદગી કરવા માટે થઈને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા જુના અને જાણીતા બાવકુ ઉધાડ,ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ના ભાઈ મુકેશ સંઘાણીના નામ ચર્ચામાં છે તો જિલ્લા પંચાયત હાલના પ્રમુખ ભરત સુતરીયા નું નામ પણ ચર્ચાય રહ્યું છે.
જૂનાગઢની બેઠક પર આંતરિક ડખો ઊડીને આખે વળગે તેવો છે.કોળી સમાજના રાજેશ ચુડાસમાને ફરી ટિકિટ ન મળે તે માટે આંતરિક રાજકારણ પરાકાા એ છે. રાજેશભાઈ અને તેમના પિતા સામે થયેલી ડોકટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં થયેલી ક્રિમિનલ ફરિયાદ એટલી જ કારણભૂત બની રહેશે. જૂનાગઢની બેઠક માટે કોળી સમાજના ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે જેમાં જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલ નું નામ મજબૂત દાવેદાર તરીકે આગળ આવી રહ્યું છે તો ભારતી આશ્રમના કૃષિ ભારતી બાપુનું નામ પણ આગળ આવી રહ્યું છે કોળી સમાજ માટે તેની કામગીરી વિશેષ રહી છે આ ઉપરાંત સશકત મહિલા કોળી નેતા તરીકે ગીતાબેન માલમ નું નામ પણ ચર્ચા રહ્યું છે.
ભાવનગરની બેઠક માટે પણ કોળી ઉમેદવારની પસંદગી કરવાનું મુખ્ય કારણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થયેલી સમજૂતીના ભાગપે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ટક્કર આપે તેવા કોળી દાવેદારને જ પસદં કરાશે આ માટે ભારતીબેન શિયાળાના બદલે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ને આગળ કરવામાં આવે તેવી શકયતા જોવાય રહી છે.
સુરેન્દ્રનગરની બેઠક માટે હાલના સાંસદ ડો. મહેન્દ્ર મુજપરા તદ્દનવિવાદ વ્યકિતત રહ્યા છે આથી તેમને રીપીટ કરવામાં આવે તેવી શકયતા વધુ જોવાઈ રહી છે.આ બેઠક માટે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને શંકરભાઈ વેગડના નામ ચર્ચામા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech