ભારતીય જનતા પાર્ટી ના સંગઠન સંરચનાની કામગીરી શ થયા પછી નવા નિયમોને કોરાણી મૂકવાનો નિર્ધાર કરાયો છે. જુના નિયમ મુજબ જ સંગઠનની સંરચના હાથ ધરવામાં આવશે આજે સુરત અમદાવાદ સહિત સમગ્ર રાયમાં મંડળ પ્રમુખની સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ થશે.ડિસેમ્બર મહિનાના અંતિમ સાહમા ગુજરાતભરના ૫૩૦ થી મંડલ પ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવશે સાથોસાથ ૫૦% મંડલ પ્રમુખ જાહેર થતાં જિલ્લ ા પ્રમુખ માટેની પ્રક્રિયા શ કરી દેવાશે જાન્યુઆરી મહિનામાં રાષ્ટ્ર્રીય અધ્યક્ષની વરણીને લઈને ગુજરાત સહિત ભાજપ શાસિત રાયના સંગઠનનું માળખું રચાય જાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ વખતે સંગઠન રચના સમયે કેટલાક નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં સંગઠનાત્મક વિભાજનની દરખાસ્ત પણ કોરાણે મૂકવામાં આવી છે નવા સીમાંકનની વિચારણા કરી હતી અને ૪૦ થી ૬૦ મંડળ વચ્ચે એક પ્રમુખ બનાવવા અને તેનો વિસ્તાર નક્કી કર્યા હતા એટલું જ નહીં નવા મંડળોને આંકડાકીય પદ્ધતિથી ઓળખવાને બદલે ક્રાંતિવીર દેશભકતોના નામ સાથે જોડવાની વિચારણા હતી એટલે કે અમદાવાદ સુરત જેવા મોટા શહેરમાં એક પ્રમુખના બદલે બે શહેર પ્રમુખ બનાવવાની વિચારણા કરી હતી હાલ પૂરતી આ તમામ બાબતો પર હાઈ કમાન્ડના આદેશના પગલે બ્રેક મારવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પછી પ્રથમ વખત પોતાના સંગઠનના પ્રમુખની પસંદગી પ્રક્રિયામાં લોકશાહી ઢબે થતી જાહેર ચૂંટણીઓની જેમ ફોર્મ ભરવાની પ્રથા લાગુ કરી છે
આ વખતે ભાજપે મહાનગર શહેરના વોર્ડ પ્રમુખ માટે ૪૦ વર્ષ કે તેથી ઓછી ઉંમર બે ટર્મ સક્રિય સભ્ય તરીકે કામગીરી કરી હોવાના મહત્વના ક્રાઈટેરિયા લાગુ કર્યા હતા પરિણામે બનાસકાંઠા સાબરકાંઠા સહિતના કેટલાક જિલ્લ ામાં મંડળ પ્રમુખ માટે કાર્યકર પણ મળતા ન હોવાની રજૂઆત પ્રદેશ કક્ષા સુધી પહોંચી હતી.
આ જ રીતે સક્રિય સભ્ય તરીકે હાલની ટર્મમાં સભ્યપદ અને અગાઉ એક વખતની ટર્મનું ધારા ધોરણ હોવાથી કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી ભાજપમાં આવેલા નેતાઓના આગેવાન કાર્યકરોને સંગઠનમાં કયાંય સ્થાન મળી શકે તેમ નહોતું. આથી આવા નેતાઓને પણ નેતૃત્વ સમક્ષ પોતાના કાર્યકરોને પક્ષમાં મહત્વની જવાબદારી મળે તે માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી. આમ બંને ધારાધોરણમાં આખરે ભારતીય જનતા પાર્ટીને બાંધછોડ કરવાની જાહેરાત કરવી પડી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો રામ મંદિર નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે, જણાવ્યું મંદિરના મહાસચિવે
December 20, 2024 05:55 PMજામનગરમા ભાજપ કોંગ્રેસ સામ સામે આવી ગયા
December 20, 2024 05:55 PMરાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીની મતગણતરી, પ્રથમ રાઉન્ડમાં સમરસ પેનલના પરેશ મારુ આગળ
December 20, 2024 05:25 PMપાર્સલ મગાવતા પહેલા ચેતજો, પાર્સલ ખોલતા જ માથું કપાયેલી લાશ મળી, જોતા જ મહિલાનું મગજ ચકરાવે ચડી ગયું
December 20, 2024 05:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech