ભાજપ સદસ્યતા ઝૂંબેશ : એક મહિનામાં માત્ર 4.25 કરોડ જ નવા સભ્યો બન્યા

  • September 28, 2024 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સદસ્યતા અભિયાન દ્વારા 10 કરોડ નવા સદસ્યોને જોડીને પોતાનું શક્તિ પ્રદર્શન કરવાની ભાજપ્ની યોજના પર કેટલાક રાજ્યોની ધીમી ગતિ અવરોધ ઉભો કરી રહી છે. અભિયાનના ચાર સપ્તાહ બાદ પણ પાર્ટી પોતાનો લક્ષ્યાંકના માત્ર 42 ટકા જ પ્રાપ્ત કરી શકી છે. અડધાથી વધુ રાજ્યો આપેલા લક્ષ્યાંકના માત્ર એક ચતુર્થાંશ જેટલી જ સદસ્યતા બનાવી શક્યા છે. પાર્ટી નેતૃત્વએ આવા રાજ્યોને પ્રચારની ગતિ વધારવાનો નિર્દેશ આપ્યો છે.
સદસ્યતા અભિયાન સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ, આસામ અને ઉત્તર પ્રદેશ સિવાય લગભગ તમામ રાજ્યો તેમના લક્ષ્યાંકથી ઘણા પાછળ છે. આશ્ચર્યની વાત એ છે કે, બિહાર, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં જ્યાં પાર્ટી સત્તામાં છે ત્યાં બીજેપીનું પ્રચાર ખૂબ જ નબળું છે. આ સિવાય દક્ષિણ ભારતના રાજ્યો તેલંગાણા, તમિલનાડુ અને કેરળમાં અભિયાનની ગતિ ઝડપી બનાવવાની જરૂર છે.
પાર્ટીએ અત્યાર સુધીમાં 4.25 કરોડ સભ્યો બનાવ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશે બે કરોડના લક્ષ્યાંકમાંથી અડધા એક કરોડ સભ્યો જ બનાવ્યા છે. મધ્યપ્રદેશે 1.5 કરોડના લક્ષ્યાંક સામે 1 કરોડ સભ્ય બનાવ્યા છે, આસામે 50 લાખના નિર્ધિરિત લક્ષ્યાંકની સામે 42 લાખ સભ્યો બનાવ્યા છે.
રાજસ્થાન અને બિહારને એક-એક કરોડ નવા સભ્યો બનાવવાનો ટાર્ગેટ મળ્યો છે, પરંતુ અત્યાર સુધી બંનેએ અનુક્રમે માત્ર 25 અને 30 લાખ સભ્યો બનાવ્યા છે. તેલંગાણામાં સાત લાખ નવા સભ્યો બન્યા છે, જે 25 લાખના લક્ષ્યાંકથી ઘણા પાછળ છે. કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ અને ઓડિશામાં પણ સભ્યપદ અભિયાન તેના લક્ષ્યાંકથી ઘણું પાછળ ચાલી રહ્યું છે.
ધીમી ગતિ બાદ પાર્ટી નેતૃત્વએ ત્રણ મેગા અભિયાનો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. જે હેઠળ, 25 સપ્ટેમ્બરના રોજ પ્રથમ પ્રચારમાં, પાર્ટીએ અંદાજિત 1.25 કરોડ સભ્યો બનાવ્યા. પાર્ટીની યોજના હવે 5 ઓક્ટોબર અને 15 ઓક્ટોબરે એક ભવ્ય અભિયાન દ્વારા ચાર કરોડ સભ્યો બનાવવાની છે. પાર્ટીએ પહેલા દરરોજ 50 લાખ નવા સભ્યો બનાવવાનો લક્ષ્ય રાખ્યો હતો, પરંતુ દરરોજ ફક્ત 20 થી 25 લાખ નવા સભ્યો જ બનાવવામાં આવી રહ્યા છે.
સદસ્યતા અભિયાનમાં પાર્ટીએ કણર્ટિકની યેલાહકાં વિધાનસભા સીટ પર 1.45 લાખ, ઈન્દોર-1 સીટ પર 1.17 લાખ અને રાજકોટ શહેર સીટ પર 1.25 લાખ નવા સભ્યો બનાવવાની સિદ્ધિ દશર્વિી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application