ચોટીલા હાઇવે ઉપર પોણા બે વર્ષ પહેલા ભાડાનાં ગેસ્ટ હાઉસનાં મમાં કુટણખાનું પકડાયેલ જે ગુનામાં ભાજપનાં આગેવાન એવા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ આરોપી તરીકેની સંડોવણી બહાર આવેલ જે લાંબા સમય બાદ પોલીસને મળી આવતા જેલ હવાલે થતા કડકડતી ઠંડીમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
મળતી માહિતી મુજબ ૨૧ મે ૨૦૨૩ના ચોટીલા નેશનલ હાઈવે ઉપર જીલ્લ ા એલસીબી અને પેટ્રોલ લો સાથે મહિલા પોલીસની ટીમે ખાનગી ગેસ્ટ હાઉસનાં મમાં ચાલતા કુટણખાનાં ઉપર દરોડો પાડી સંચાલકો, દલાલો મળી પાચ શખ્સો તેમજ સુરત, વાપી, કોલકતાની પલલલનાઓ સાથે બુલેટ બાઇક કાર, રોકડ મળી ચાર લાખથી વધુનો મુદ્દામાલ પકડી ચોટીલા પોલીસમાં પકડાયેલ પાચ શખ્સો સાથે પૂર્વ તા. પ.ં પ્રમુખ સામે ગુનો દાખલ થયેલ હતો
આ ગુનાની ચાર્જ સીટ બાદ પકડાયેલા આરોપીઓ જામીન મુકત પણ થઈ ગયેલા છે ત્યારે વિસ્તારનાં ભાજપ આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જીવણ નાગજીભાઈ મકવાણા પોણા બે વર્ષ સુધી પોલીસ પકડથી બહાર હતા જેઓ શનિવારના ગુપચુપ રજૂ થયા!, પોલીસે પકડી પાડી રવીવારનાં નામદાર કોર્ટમાં રજૂ કરતા નીચલી કોર્ટમાં જામીનની સતા ન હોય જેલ હવાલે થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
સતત ૫૭૩ દિવસ સુધી પોલીસ પકડથી બહાર કેમ રહ્યાં? કોના આશરે હતા? સીડીઆર લોકેશનનાં આધારે તપાસ કરાયેલ ખરી? તેમજ ખાનગી રાહે રજૂ થયા કે પકડયા અને કોર્ટમાં રજૂ કરાયા આયોજનબધં ગોપનીયતા પાછળ કોઇ રાજકીય દબાણ કે અન્ય કઇં ? જેવા અનેક સવાલો પંથકનાં રાજકિય વર્તુળોમાં ઉઠતા કડકડતી ઠંડીમાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયેલ છે.
ચોટીલા યાત્રાધામ અને નેશનલ હાઈવે ઉપર સૌરાષ્ટ્ર્ર ગુજરાતનું મીડ પોઇન્ટ છે. મોની સુવિધા ધરાવતું શહેર હોવાથી લલનાઓ, દલાલો અને રંગીનમીજાજીને એકાંત સુવિધા આસાનીથી મળી જતી હોય છે.
યુવાધનને બગાડી ઘોર ખોદતી કેટલીક પ્રવૃતિઓ પણ ગોઠવાય જતી હોવાનું કહેવાય છે. આવા પ્રકારનાં ગુનાઓ અને ગુનેગારો પકડાયાનાં બનાવો અગાઉ પોલીસ ચોપડે નોંધાઇ ચુકેલા છે.
યાત્રાધામને બદનામ કરતી પ્રવૃતિઓ માઝા મૂકી રહેલ હોવાનું અને નજીકનાં શહેરોનાં કોલેજિયનો અને યુવા હૈયાઓમાં હોટ ફેવરિટ ચોટીલા બની ગયેલ હોવાનું કહેવાય છે. યાત્રાધામ માટે કલકં સમાન ગોરખધંધા ઉપર દંડો કસી નંદવાતી ગરીમા બચાવવા જવાબદારોએ સમય કાઢવો જોઈએ તેવું પણ લોકો કહીં રહ્યા છે. રેન્જ આઈજી ચોટીલામાં લાંછનપ ગોરખ પ્રવૃતિ અંગે ખાનગી તપાસ કરાવી યાત્રાધામની ગરીમાને ઝાખી થતા ઉગારે તેવું સામાન્ય નાગરિક ઇચ્છી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech