ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાલિકા અને પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી દેવાય છે તારીખ 27 જાન્યુઆરીએ તમામ જિલ્લ ા કલેકટરો આ અંગેના જાહેરનામા પ્રસિદ્ધ કરશે ત્યારથી ચૂંટણીની પ્રક્રિયા નો પ્રારંભ થશે 1 લી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોવાથી જે જે નગરપાલિકાઓમાં ચૂંટણી જાહેર થઈ છે ત્યાં ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે તે પૂર્વે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવા માટે થઈને તૈયારી શરૂ કરી દેવાય છે.ભાજપ પાલિકા, પંચાયતની ચૂંટણી માટે આગામી સપ્તાહમાં નામોની જાહેરાત કરે તેમ શક્યતા છે તે પૂર્વે આ શનિ-રવિ દરમ્યાન નિરીક્ષકો જિલ્લ ાની મુલાકાત લઇ અને પાંચ નામની પેનલ તૈયાર કરશે.
ભાજપ આ વખતે પણ મહદઅંશે નો રિપીટ થિયરીને અપ્નાવીને નવા ચેહરા મેદાનમાં ઉતારશે તેવી શક્યતા પ્રદેશ કક્ષાના નેતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હાલ ભાજપ પક્ષમાં સંગઠનમાં કોઈ બદલાવ નહીં લાવવાનું નક્કી કરી યથાવત સ્થિતિ જાળવી રાખવા માટેનું નિર્ણય લેવાય છે ભાજપમાં હાલ સંગઠનના કામ અટકાવી દેવાયું છે જિલ્લ ા નગર અને શહેર તથા પ્રદેશ પ્રમુખ હવે આ ચૂંટણીની જવાબદારી સંભાળશે.
આ સંજોગોમાં ભાજપે ગત ગુરુવારે કમલમ પર એક બેઠક બોલાવી હતી જેમાં નિરીક્ષકોના નામ ફાઈનલ દીધા હતા. આ નિરીક્ષકો શનિવાર-રવિવાર દરમિયાન સ્થાનિક કક્ષાએ જઈને દાવેદારોની એક પેનલ બનાવશે.આ પેનલ પાલર્મિેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ થશે તેના અંતે આખરી નિર્ણય કરાશે અલબત્ત પાર્ટીનું મહત્તમ ધ્યાન તમામ પાલિકા અને પંચાયતોમાં તમામ બેઠકો જીતવા પર રહેશે 2021 માં યોજાયેલી પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં પાર્ટી અને 90 ટકા કરતાં વધુ બેઠકો કબજે કરી હતી 27% ઓબીસી અનામતના ધોરણે પ્રથમ વખત યોજાનારી આ ચૂંટણીમાં ભાજપ 95 ટકા બેઠકો જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech