સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા ભારતીય જનતા પાર્ટીએ 215 બેઠક પર પોતાનું વિજય પતાકા લહેરાવ્યો છે આ તમામ બેઠકો બિનહરીફ કરાવીને કબજો લઈ લીધો છે ભચાઉ હાલોલ જાફરાબાદ બાટવા પાલિકામાં ભાજપ બહુમતી સાથે સત્તામાં આવી ચૂકી છે ધાક ધમકી અને લાલચનો કોંગ્રેસ અને આપ દ્વારા આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, ત્રણ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી સહિત અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મળી કુલ 2178બેઠકો માટે 16 ફેબ્રુઆરીએ યોજાનાર મધ્યસત્ર, પેટા ચૂંટણીઓ માટે ગઈકાલે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે ભાજપ દસ ટકા એટલે કે કુલ 215 બેઠકો બિનહરીફ કબજે કરવામાં સફળ રહ્યો છે.
આ બેઠકો પર ભાજપે પોતાની તમામ તાકાત કામે લગાડીને હરીફ ઉમેદવારોને મેનેજ કરવામાં સફળતા મેળવી લીધી હતી. બીજી તરફ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ મહાનગરપાલિકા, પાલિકા અને પંચાયતોમાં શાસક પક્ષ ભાજપ દ્વારા ધાકધમકી અને લાલચ આપીને આરોપ મૂક્યો છે. આમઆદમી પાર્ટીએ ધોરાજી નગરપાલિકાના તેના ઉમેદવારને આવા જ ભયને ધ્યાનમાં રાખીને અજ્ઞાત સ્થળે લઇ ગયાનું જાણવા મળ્યું છે તો સાણંદ પાલિકામાં કોંગ્રેસે પણ તેના પાંચ-સાત ઉમેદવારોને ગુજરાત બહાર લઇ જઇ સલામતી પૂરી પાડી હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસને ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે જ મેન્ડેટ મોડો મળતા એક ઉમેદવાર ફોર્મ ભરી શક્યા ન હતા.
રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ફેબ્રુઆરીએ ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખ હોવાથી સ્થાનિક સંસ્થાઓમાં કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના ઉમેદવારો બારોબાર ફોર્મ પાછું ખેંચી ન લે તેના માટે કાળજી લેવામાં આવી હતી. શરૂઆતથી જ ખેંચતાણ માટે જાણીતી વલસાડની ધરમપુર પાલિકા માટે સરકારી કચેરીમાં ફોર્મ પાછા ખેંચવાને લઇ ધમાસાણ થયું હતું. કોંગ્રેસના પ્રયાસો છતાં ચાર ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા. આને લીધે એક તબક્કે પોલીસ બોલાવવી પડી હતી.
ભાજપે સત્તાવાર યાદીમાં દાવો કર્યો છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 68 પાલિકામાંથી 196 બેઠકો ભાજપ્ને બિનહરીફ પ્રાપ્ત થઈ છે જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની 60માંથી 9 બેઠકો બિનહરીફ થઈ છે. ભચાઉ નગરપાલિકામાં 28માંથી 22, હાલોલમાં 36માંથી 19, જાફરાબાદમાં 28માંથી 16, બાંટવામાં જસત્તા મેળવી છે. આમ, પાલિકાની 196, જૂનાગઢ મહાનગરની 9 તાલુકા અને અન્ય પેટા ચૂંટણીની 10 મળી કુલ 215 બેઠકો બિનહરીફ મળી છે.
પંચમહાલની હાલોલ નગરપાલિકા ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ બિનહરી સત્તા મેળવી શક્યું છે 36 માંથી 20 બેઠકો બિનહરીત થઈ છે જિલ્લ ા પંચાયતની એક બેઠક પર ભાજપ અત્યારથી વિજય પતાકા લહેરાવ્યો છે વલસાડની ધરમપુર પાલિકામાં કોંગ્રેસના ચાર ઉમેદવારોએ ફોર્મ પર ખેંચતા ભાજપ્ની જીત સરળ બની હતી.ચૂંટણી અધિકારી કચેરીમાં કોંગ્રેસ અને ભાજપ ના કાર્યકરો આમને સામને આવી જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. કોંગ્રેસે ભાજપ્ની દાદાગીરી સામે દેખાવો યોજ્યા હતા.
બીજી તરફ રાજકોટની ધોરાજી નગરપાલિકાના 28 ઉમેદવારોને ભાજપ કે કોંગ્રેસ ફોડી ન જાય એ માટે આમઆદમી પાર્ટીએ તમામને અજ્ઞાત સ્થળે મોકલી આપ્યા હતા. આપ્નો આરોપ છે કે કોંગ્રેસ અને ભાજપ અમારા ઉમેદવારોને ધમકીઓ અને લાલચ આપી રહ્યા છે. આ જ રીતે ઉપલેટા નગરપાલિકામાં કોંગ્રેસના છ ઉમેદવારોભાજપ્ની તરફેણમાં ફોર્મ પાછા ખેંચ્યા હતા ભાજપ્ને પાંચ બેઠકો બિનહરીફ મળી ગઇ છે વડોદરા તાલુકા પંચાયતની દશરથ બેઠક ભાજપબિનહરીફ મળી છે. માણસા પાલિકામાં કોંગ્રેસ 5 આપ્ના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા. બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીમાં ભાજપ્ને ચાર બેઠક બિનહરીફ મળી છે. વાંકાનેરમાં 28 માંથી 7બેઠક પર ભાજપ વિજયી થયો છે.
પંચમહાલની હાલોલ નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ્ને બિનહરીફ સત્તા મળી છે. 36માંથી 29 બેઠકો બિનહરીફ થઇછે. જિલ્લ ા પંચાયતની પણ એક બેઠક પર ભાજપ અત્યારથી વિજયી થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પૂર્વે જ ભાજપે 215 બેઠક પર કબજો મેળવીને 10% બેઠકો બિનહરીફ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે ભચાઉ હાલોલ જાફરાબાદ બાટવા પાલિકામાં ભાજપે બહુમતી સાથે સત્તા મેળવતા ભાજપ્નો પંચમ લહેરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસસરા સાથે ઝઘડો થતા બદલો લેવા જમાઇએ તેની રિક્ષા ચોરી
February 05, 2025 03:13 PMશેરડીના ચિચોડાનું ભાડું બમણું: એસ્ટેટના ટેન્ડરનો ડખ્ખો ભાજપ કાયર્લિયે પહોંચ્યો
February 05, 2025 03:11 PMમ્યુનિ.બજેટમાંથી કરબોજ ન હટાવો તો જોયા જેવી; મેયરને વિપક્ષનું અલ્ટીમેટમ
February 05, 2025 03:09 PMક્રિપ્ટોમાં રોકાણના નામે પાંચ કરોડની છેતરપિંડી
February 05, 2025 03:05 PMશહેરમાં સફાઈ થાય છે, પણ સ્વચ્છતા દેખાતી ન હોય સ્ટાફની સામુહિક બદલી
February 05, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech