ગેરકાયદે બાંધકામો, દબાણો મુદ્દે ભાજપના કોર્પોરેટરોનો બળાપો

  • February 06, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની ગત સ્ટેન્ડિંગ કમિટિ મિટિંગ પૂર્વે મળેલી ભાજપ્ના કોર્પોરેટરોની સંકલન મિટિંગમાં કોર્પોરેટરો સૂચવે તે કામ પણ થતા નથી અને કોર્પોરેટરો ફરિયાદ કરે તે પણ ઉકેલાતી નથી તેવો સુર આક્રોશભેર ઉઠ્યા બાદ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ મેયરના અધ્યક્ષસ્થાને ઝોનવાઇઝ ભાજપ્ના કોર્પોરેટરોની સંકલન બેઠક યોજાશે તેવો નિર્ણય જાહેર કર્યો હતો જેના ભાગરૂપે ગત સાંજે વેસ્ટઝોન ઓફિસમાં મળેલી સંકલન મિટિંગ મળી હતી તેમાં કોર્પોરેટરો તરફથી રજૂ થયેલી ફરિયાદોનું લિસ્ટ સાંભળી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી ચોંકી ઉઠ્યા હતા, આ તકે તમામ પ્રશ્નો તાકિદે ઉકેલવા તેમણે મેયર અને અધિકારીઓને આદેશ કર્યો હતો. ખાસ કરીને પશ્ચિમ ઝોનમાં ગેરકાયદે બાંધકામો અને દબાણો મુદ્દે કોઇ અસરકારક કાર્યવાહી થતી ન હોય તે મુદ્દે અનેક કોર્પોરેટરોએ બળાપો ઠાલવ્યો હતો. વિશેષમાં સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, ભાજપ્ના કોર્પોરેટરોની સંકલન મિટિંગમાં અનેક કોર્પોરેટરોએ એવો બળાપો ઠાલવ્યો હતો કે ગેરકાયદે બાંધકામોની ફરિયાદો છતાં નોટિસ કેમ અપાતી નથી ? ટીપી પ્લોટ અને આવાસ યોજનાના કોમન પ્લોટમાં દબાણો મામલે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કેમ કરતા નથી ? કમ્પાઉન્ડ વોલ વિહોણા મ્યુનિ.પ્લોટ્સ જ સૌથી મોટા ન્યુસન્સ પોઇન્ટ્સ બન્યા છે, ફૂટપાથ ઉપર બેફામ દબાણો છે છતાં તે દૂર કરવા કેમ કોઇ કાર્યવાહી થતી નથી ? તે સહિતના સવાલો ઉઠાવતા અધિકારીઓ અને ઇજનેરો અવાચક બની ગયા હતા. અનેક કિસ્સામાં ખુદ કોર્પોરેટર ફરિયાદ કરે તો પણ અધિકારીઓ કે ઇજનેરો તે ફરિયાદને પ્રાયોરિટી આપતા નથી.
ગત સાંજે વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં. 1 ,8, 9, 10, 11 અને 12 સહિતના છ વોર્ડના કોર્પોરેટરો-અધિકારીઓની ઉપસ્થિતિમાં મિટીંગ હોલ, હરિસિંહજી ગોહિલ ભવન, વેસ્ટ ઝોન, બિગ બજાર પાછળ આવેલ ઓફીસ ખાતે મિટીંગ યોજાઇ હતી. આ મિટીંગમાં વોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે સંકલન કરી ચચર્િ વિચારણા કરવામાં આવી હતી. આ મિટીંગમાં મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાએ વેસ્ટ ઝોનના કોર્પોરેટરો દ્વારા રજુ થયેલા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવા અને આગામી મિટીંગમાં આ પ્રશ્નોની ચચર્િ કરવામાં આવશે તેમ ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.
ઉપરોક્ત મિટીંગમાં મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઇ રાડીયા, પૂર્વ મેયર અને કોર્પોરેટર ડો. પ્રદિપ ડવ, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઇ સોરઠીયા, પ્લાનિંગ સમિતિ ચેરમેન ચેતનભાઇ સુરેજા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઇ પાંભર, કોર્પોરેટર દક્ષાબેન વસાણી, હિરેનભાઇ ખીમાણીયા, મિતલબેન લાઠિયા, જીતુભાઇ કાટોડીયા, ડો.અલ્પેશ મોરજરીયા, દુગર્બિા જાડેજા, બિપીનભાઇ બેરા, રણજીતભાઇ સાગઠીયા, જ્યોત્સનાબેન ટીલાળા, નરેન્દ્રસિંહ વાઘેલા, ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી, ટાઉન પ્લાનિંગ ઓફિસર એસ.એમ.પંડ્યા, ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન ભાવેશ જાકાસણીયા, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, સિટી એન્જીનિયર કુંતેશ મહેતા, પરેશ અઢીયા, સહાયક કમિશનર દિપેન ડોડીયા, વોર્ડ નં.1, 8, 9, 10, 11, 12ના વોર્ડ એન્જીનિયર, એટીપી, નાયબ કાર્યપાલક ઈજનેર રોશની રાજેશ જલુ, બિરજુ મહેતા, નાયબ પયર્વિરણ ઈજનેર વલ્લભ જીંજાળા, પી.એસ. ટુ મેયર અને મેનેજર વિપુલ ઘોણીયા, વોર્ડ ઓફિસર, સેનેટરી ઈન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર, ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર, દબાણ હટાવ અધિકારી, ગાર્ડન સુપરવાઈઝર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


કોર્પોરેટરોને આટલા પ્રશ્નો તો લોકોને કેટલા હશે ?
(1) વોર્ડ નં.1મા નવી વોર્ડ ઓફિસ બનાવવી
(2) નવાં ભળેલા વિસ્તારોમાં સફાઇ કામદાર ફાળવવા
(3) એક્શન પ્લાનના કામો શરૂ કરવા
(4) રામાપીર ચોક બ્રિજ પાસે વરસાદી પાણીનો પ્રશ્ન
(5) સંતોષ પાર્ક કોમ્યુનિટી હોલની મંદ કામગીરી
(6) નવા ભળેલા વિસ્તારોમાં ડ્રેનેજ સત્વરે પૂર્ણ કરાવવા
(7) ખુલ્લા પ્લોટમાં બાંધકામ વેસ્ટ નાખતા અટકાવવા
(8) ટીપી પ્લોટમાં ચાપણીયાની દીવાલ કરવા
(9) ગાંધીગ્રામ વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇનના કામો
(10) આવાસોમાં ચેકિંગ કરાવવું
(11) નવું આરોગ્ય કેન્દ્ર બનાવવું
(12) ડ્રેનેજ સફાઇ ફરીયાદનો તાત્કાલિક નિકાલ કરવો
(13) રોડ ડિવાઈડરની સફાઇ કરાવવી
(14) ડીઆઇ લાઇનના કામો પૂર્ણ થાય ત્યાં ડામર કરવો
(15) નવાં ટીપર વાહન ફાળવવા
(16) રાજનગર ચોક પેટ્રોલ પમ્પ્ની બાજુમાં આવેલ
(17) લાઇબ્રેરીનું રીનોવેશન કરવું
(18) ગેરકાયદેસર બાંધકામો અંગે નોટીસ આપવી
(19) ગાંધીગ્રામ-શીવપરા-વિતરાજ નેમીનાથમાં ગંદકી
(20) હનુમાનમઢી ચોકમાં ભંગાર બજાર-દબાણ હટાવો
(21) સેટેલાઈટ ચોક બગીચામાં દીવાલ કરવી
(22) સાધુ વાસવાણી રોડ આવાસ યોજનાના કોમન પ્લોટમાં દબાણ દૂર કરવું
(23) ફૂટપાથ પરના દબાણ દૂર કરવા
(24) વોર્ડ નં.10માં સેનેટરી સબ ઇન્સ્પેકટર તથા વર્ક આસીસ્ટન્ટ કર્મચારીઓ ફાળવવા
(25)નાના મવા રોડ પર આવેલ પ્લાયવૂડના ગોડાઉન તાત્કાલિક નોટીસ આપી ખાલી કરાવવા
(26) મોકાજી સર્કલથી સ્પીડવેલ ચોક તરફ જતા મંદિર પાસે કાયમી ન્યુસન્સ પોઈન્ટની સફાઈ કરવી
(27) વોર્ડ નં.11માં ન્યુસન્સ પોઈન્ટની સફાઈ માટે વધુ ટ્રેક્ટર ફાળવવા
(28)શનિવારી બજારમાં મુખ્ય રોડ પર ટ્રાફીક ન થાય તે માટે દબાણ હટાવની કામગીરી કરવી
(29) મવડી સ્મશાન પાસે તથા અક્ષર પ્રાઈમ સોસાયટી પાસે બાંધકામ વેસ્ટ નાખતા આસામીઓને અટકાવવા અને દંડ કરવો
(30) રસુલપરામાં આંગણવાડી બાંધકામમાં વિજ વાયર દૂર કરવા પી.જી.વી.સી.એલ. સાથે ફોલોઅપ લેવું,
(31) બાપા સીતારામ ચોકથી મવડી ચોક સુધી ડી.આઈ.પાઈપલાઈનનું કામ પૂર્ણ થયેલ હોવાથી ડામર રી-કાર્પેટ તાત્કાલિક કરવો
(32) વોર્ડ નં.12ના નવા વિસ્તારમાં સફાઈની વ્યવસ્થા કરવી
(33) વાવડી ગાર્ડનમાં કસરતના સાધનો રીપેર કરી નવા મુકવા તેમજ ગાર્ડનમાં આવેલ ટોયલેટની નિયમિત સફાઈ કરવી
(34) વાવડી 40 ફૂટ રોડ વૃંદાવન ગ્રીન સિટી પાસે સિટી બસ સ્ટોપ છે ત્યાં બસનો સ્ટોપ આપવો
(35) ગોવર્ધન ચોક માધવ ગેઇટ રસ્તો પહોળો કરેલ છે ત્યાં અસ્થાયી દબાણો તથા વાહનો દૂર કરવા
(36) મવડી ચોકડીથી રાવકી જવા માટે સિટી બસની સુવિધા કરવી વગેરે પ્રશ્ન

ફરિયાદો ટોપ પ્રયોરિટીમાં ઉકેલાશે: મુકેશ દોશી
રાજકોટ મહાપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ એવા કોર્પોરેટરો તરફથી જે કોઈ ફરિયાદો રજૂ થશે તેને ટોપ પ્રાયોરિટીમાં ઉકેલવામાં આવે તેવો આદેશ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application