માર્કેટીગ યાર્ડની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

  • January 16, 2024 05:26 PM 

ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ખેડૂત પેનલની 10 બેઠકો માટેની મતગણતરી નો પ્રારંભ થયો હતો.જેમાં અંતે મતગણતરી બાદ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે.જેમાં 10 બેઠકમાંથી પાંચ બેઠક કબજે કરી છે. જેથી કુલ 17 માંથી 12 બેઠક સાથે ભાજપે યાર્ડમાં સત્તા હાંસિલ કરી છે.


ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કુલ 17 બેઠક પરની ચૂંટણી જેમાં 10 ખેડૂત પેનલ,4 વેપારી અને 3 સરકારી બેઠકનો સમાવેશ થાય છે.જેમાં ચૂંટણી પૂર્વે વેપારી પેનલની 4 બેઠકો બિનહરીફ થઈ ભાજપના ફાળે ગઇ હતી.જ્યારે ખેડૂતો ની 10 બેઠકો માટે યોજાયેલા મતદાન બાદ આજે યોજાયેલી મતગણતરીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો.ખેડૂત પેનલની 10 બેઠકો પૈકી 5 બેઠક ભાજપ ના ફાળે ગઈ હતી જ્યારે અગાઉની 4 વેપારી અને 3 સરકારી બેઠક જેમાં જિલ્લા રજીસ્ટ્રાર, ખેતીવાડી અધિકારી અને એક કોર્પોરેટર પણ ભાજપની પેનલને સમર્થન આપતા કુલ 12 બેઠક સાથે ભાજપની પેનલ યાર્ડમાં સત્તારૂઢ બની છે.  આજના પરિણામો માં ભાજપના  દિગુભા ગોહિલ, સંજયસિંહ માલપર,રઘુભા ગોહિલ,રણછોડ ઝાઝડીયા  
નોંધાભાઈ જાંબુચા  વિજેતા બન્યા  જ્યારે કોંગ્રેસના ભીખાભાઇ ઝાઝડીયા,સુરજીતસિંહ ગોહિલ,ધર્મેન્દ્રસિંહ ગોહિલ,સહદેવસિંહ ગોહિલ,વિરમદેવસિંહ ગોહિલ વિજેતા બન્યા છે. યાર્ડમાં છેલ્લા 14 વર્ષથી વહીવટદાર નું શાસન હોય ત્યારે હવે ભાજપની પેનલ યાર્ડનો વધુ વિકાસ અને ખેડૂતો ના પડતર પ્રશ્નોને ન્યાય આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application