મુંબઈમાં મોડી રાત્રે કુર્લા પશ્ચિમમાં એસજી બર્વે માર્ગ પર એક બસના ચાલકે બેફીકરાઈથી બુસ હંકારીને ૪૦થી વધુ વાહનો અને રાહદારીઓને ફંગોળ્યા હતા જેમાં ૬ લોકો માર્યા ગયા છે અને ૪૯થી વધુ ઘાયલ થયા છે, જેમાં અમુકની હાલત અતિ ગંભીર ગણાવાઈ રહી છે. જયારે ૪૦થી વાહનોને નુકસાન થયાની પ્રાથમિક વિગતો સાંપડી છે. બૃહન્મુંબઈ ઈલેકિટ્રસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ (બેસ્ટ) બસ અંધેરી તરફ જઈ રહી હતી ત્યારે કુર્લા વેસ્ટમાં અકસ્માત થયો હતો. અકસ્માત સર્જનાર બસના ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પેારેશનના સુત્રોએ જણાવ્યું હતું કે, બસ સોલોમન બિલ્ડીંગના આરસીસી કોલમમાં અથડાઈને બાદમાં ૧૦૦–મીટરના પટમાં ૩૦–૪૦ વાહનો સાથે અથડાઈ હતી અને નિર્દેાષ લોકોને ફંગોળતી ચાલી હતી. કુર્લામાંઆ અકસ્માત બસની બ્રેકમાં ખામીને કારણે થયો હતો.જો કે તપાસમાં એવું પણ ખુલવા પામ્યું છે કે બસનું સુકાન જેને સોપવામાં આવ્યું હતું એ ડ્રાયવર કોન્ટ્રેકટ પર નોકરીએ લાગ્યો હતો અને તેને બસ ચલાવતાનો કોઈ જ અનુભવ નહોતો. ડ્રાઈવરે એવું કારણ આપ્યું કે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી પરંતુ સત્ય બીજું જ છે.આરોપી બસ ડ્રાઈવર સંજય મોરે ૪૬ વર્ષનો છે. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મી અને એક મહારાષ્ટ્ર્ર સુરક્ષા દળનો જવાન પણ ઘાયલ થયા છે.
પ્રત્યક્ષદર્શી ઝૈદ અહેમદે જણાવ્યું કે યારે હત્પં મારા ઘરેથી રેલ્વે સ્ટેશન જવા માટે નીકળી રહ્યો હતો ત્યારે મેં જોરદાર અવાજ સાંભળ્યો અને જોયું કે એક બસ ઘણા રાહદારીઓ, રિક્ષા અને કારને અથડાઈને આગળ વધી રહી હતી. હત્પં તરત જ લોકોને મદદ કરવા આગળ વધ્યો અને રિક્ષામાં ફસાયેલા કેટલાક ઘાયલ લોકોને બચાવી લીધા. ઘાયલોને ભાભા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે બસ બધં થાય તે પહેલા તેની કારને ૧૦૦ મીટર સુધી ધકેલી દેવામાં આવી હતી. ટોળાએ બસનો પીછો કરીને ડ્રાઈવરને પકડી લીધો હતો અને પોલીસ આવે ત્યાં સુધી તેને માર માર્યેા હતો. પોલીસે જણાવ્યું કે ડ્રાઈવર સંજય મોરેને મેડિકલ તપાસ માટે જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
બસ અકસ્માતમાં મૃતકોની ઓળખ શિવમ કશ્યપ (૧૮), કનીઝ ફાતિમા (૫૫), આફીલ શાહ (૧૯) અને અનમ શેખ (૨૦) તરીકે થઈ છે. ફઝલુ નામનો વ્યકિત તેની પત્ની અને બે વર્ષની પૌત્રી સાથે તે જ રસ્તા પર હતો. યાંથી અકસ્માત સર્જાયો હતો. તેમની પૌત્રી અને પત્ની હબીબ હોસ્પિટલમાં છે. યારે તેના ખભામાં ફ્રેકચર થયું છે.આરોપી બસ ડ્રાઈવર સંજય મોરે ૪૬ વર્ષનો છે. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મી અને એક મહારાષ્ટ્ર્ર સુરક્ષા દળનો જવાન પણ ઘાયલ થયા છે.
આ દુર્ઘટના વિશે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે બૃહન્મુંબઈ ઈલેકિટ્રસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ ઉપક્રમની બસ બુદ્ધ કોલોની નામની રહેણાંક સોસાયટીમાં ઘૂસી અને પછી રોકાઈ ગઈ. અકસ્માત સ્થળે જ ત્રણ લોકોના મોત નિપયા હતા જે બાદમાં વધીને ૬ થયા છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માતમાં અનેક વાહનોને નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું કે બસનો રજીસ્ટ્રેશન નંબર ખઈં૦૧–ઊખ–૮૨૨૮ છે.
હૈદરાબાદ સ્થિત કંપનીએ બનાવેલી બસ માત્ર ૩ મહિના જૂની
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે આ ૧૨ મીટર લાંબી ઇલેકિટ્રક બસ હૈદરાબાદ સ્થિત 'ઓલેકટ્રા ગ્રીનટેક' દ્રારા બનાવવામાં આવી છે અને તેને બેસ્ટ દ્રારા લીઝ પર લેવામાં આવી છે. તેમણે કહ્યું કે આવી બસોના ડ્રાઇવરો ખાનગી ઓપરેટરો દ્રારા આપવામાં આવે છે. તારદેવ પ્રાદેશિક પરિવહન કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બસ માત્ર ત્રણ મહિના જૂની છે. તે આ વર્ષે ૨૦ ઓગસ્ટે ઈવે ટ્રાન્સ નામની કંપનીના નામે નોંધાયેલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech