ક્રિકેટના શોખીનો માટે ખુશખબર,  આ તારીખથી શરુ થશે IPL 2025

  • January 12, 2025 08:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ક્રિકેટના શોખીનો માટે ખુશખબર છે. આગામી વર્ષે યોજાનાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની શરૂઆતની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, IPL 2025ની શરૂઆત 23 માર્ચ 2025થી થશે. આ નિર્ણય BCCIની સામાન્ય બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


આ વર્ષે IPLમાં કોણ છે સૌથી મોંઘો ખેલાડી?
આ વર્ષે IPLમાં સૌથી મોંઘો ખેલાડી ઋષભ પંત બન્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સે તેને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ત્યારબાદ શ્રેયસ અય્યર બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી છે, જેને પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ત્રીજા નંબરે વેંકટેશ અય્યર છે, જેને કેકેઆરે 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.


24 નવેમ્બરે થઈ હતી ખેલાડીઓની હરાજી
ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટેનું 2 દિવસીય મેગા ઓક્શન ઇવેન્ટ 24 નવેમ્બરે શરુ થયું હતું તમામ 10 ટીમોએ કુલ 467.95 કરોડ રૂપિયા ખર્ચ કરીને કુલ 72 પ્લેયર્સ ખરીદ્યા હતા.


દેવજીત સૈકિયા બન્યાં BCCI સચિવ
BCCIની સ્પેશિયલ જનરલ મીટિંગમાં દેવજીત સૈકિયા સેક્રેટરી તરીકે અને પ્રભતેજ સિંહ ભાટિયા ટ્રેઝરર તરીકે ચૂંટાયા હતા. જય શાહ ICCના અધ્યક્ષ બન્યા બાદ સૈકિયા વચગાળાના સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. નોંધનિય છે કે, સૈકિયા ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વિશેષ સામાન્ય સભા (SGM)માં દેવજીત સૈકિયા અને પ્રભતેજ સિંહ ભાટિયાને અનુક્રમે BCCI સેક્રેટરી અને ટ્રેઝરર તરીકે સત્તાવાર રીતે ચૂંટવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application