રાજકોટ શહેરમાં આજે મુખ્યમંત્રીના આગમન વેળાએ વિપક્ષ કોંગ્રેસ એકાએક જાગૃત થયો છે અને રાજકોટ મહાપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર ઉપર આયુષ્યમાન કાર્ડ નીકળતા બંધ થઈ ગયા હોય દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોવાની મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે
વિશેષમાં આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અતુલ રાજાણીએ કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેરમાંથી છેલ્લા પાંચેક દિવસથી રાજકોટ મહાનગરપાલિકાના તમામ 23 આરોગ્ય કેન્દ્ર પરથી આયુષ્યમાન કાર્ડ નીકળવાનું સદંતર ઠપ્પ થઈ ગયું છે. જો કે અમુક આરોગ્ય કેન્દ્ર પર તો લાંબા સમયથી આ કામગીરી આટોપી લેવામાં આવી છે. દરમિયાન આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી સાથે વાત થયા મુજબ રાજ્ય સરકારના સોફ્ટવેરમાં ફેરફાર ને કારણે સમસ્યા ઊભી થઈ છે. જે આવકના દાખલા ઉપર આયુષ્યમાન કાર્ડ નીકળતા હતા તે બંધ થયા છે. અને કયારે શરૂ થશે એ કાંઈ નક્કી ન કહી શકાય તેથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ક્યારેક રાજ્ય સરકારના સોફ્ટવેર અને ક્યારેક કેન્દ્ર સરકારના સોફ્ટવેર અને ક્યારેક રાજકોટ મહાપાલિકાના અણઘડ વહીવટને પગલે જન્મ મરણ ના દાખલા, આધારકાર્ડ, આયુષ્માન કાર્ડ જેવા અગત્યના દસ્તાવેજો અને જે આરોગ્યમાં જરૂરી હોય તે સંપૂર્ણપણે જ્યારે બંધ હોય ત્યારે મહાનગરપાલિકાથી લઈને ઉપર સુધી છેક કેન્દ્ર સરકાર સુધી ભાજપ સરકાર હોય અને તેમ છતાં સરકારો અને મહાનગરપાલિકા નગરપાલિકા વચ્ચે સંકલનના અભાવે લોકોને ભોગવવાનું આવે છે. લાઈનો બંધ થતી નથી. લોકોને કોઈ પણ ડોક્યુમેન્ટ માટે સવારથી સાંજ સુધી ધક્કા ખાવા પડે છે. અને તેમ છતાં નેટવર્કના પ્રોબ્લેમને કારણે ખામીયુક્ત સેવાથી ભારે હાલાકી ભોગવવી પડે છે. ખામીયુક્ત સોફ્ટવેર ક્યારે શરૂ કરાશે તેની કોઈ માહિતી ઉપરથી નીચે સુધીના સરકારી તંત્ર પાસે ન હોવાને બદલે લોકોને રોજબરોજ આયુષ્માન કેન્દ્ર પર આટા ફેરા કરવા પડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાશ્મીરના લોકોએ કહ્યું અમે બેઘર થઈ ગયા પણ અમે ખુશ છીએ કે સેનાએ બદલો લીધો
May 08, 2025 12:46 PMકેશોદ પોલીસે સોનીની દુકાનોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપી
May 08, 2025 12:30 PMજાફરાબાદના બોગસ ડોકટર–રાજુલાના ત્રણ હિસ્ટ્રીશીટરને ત્રણ જિલ્લામાંથી તડીપાર કરાયા
May 08, 2025 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech