ઉપલેટાના હાડફોડી ગામે વીજશોક લાગતા ૧૨ વર્ષના અયાઝનું મોત

  • May 25, 2024 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

\
ઉપલેટાના હાડાફોડી ગામે પાણીની મોટરમાં અડી જવાથી વીજશોક લાગતા ૧૪ વર્ષનો તણ દાઝી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જેનું ગઈકાલે મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો હતો.બનાવની પ્રા વિગત મુજબ ઉપલેટાના હાડફોડી ગામે રહેતો અયાઝ અસલમભાઈ સમા (ઉ.વ.૧૪) નામનો તણ ગત તા.૧૭ના રાત્રીએ ઘરે હતો ત્યારે પાણીની મોટરમાં અડકી જતાં વીજશોક લાગવાથી સારવાર માટે પ્રથમ ક્રિષ્ના હોસ્પિટલ ઉપલેટા બાદ રાજકોટની મેડિકેર હોસ્પિટલ અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આઠ દિવસની સારવાર બાદ બાળકે દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઉપલેટા પોલીસને જાણ કરી છે. અયાઝ ધો.૮માં અભ્યાસ કરતો હતો અને એક ભાઈ એક બહેનમાં મોટો હતો. તેના પિતા અસલમભાઈ ડ્રાઇવિંગ કામ કરે છે, ઘરે મકાનનું કામ ચાલતું હોઈ ઉપરના માળે સ્લેબ ભર્યેા હોવાથી તેમાં પાણી છાંટવા માટે મોટર ચાલુ કરી હતી જેને અડી જતા ઇલેકિટ્રક શોર્ટ લાગતા બનાવ બન્યાનું જાણવા મળ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application