વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. 'ઉડે દેશ કા આમ નાગરિક' એટલે કે UDAN યોજના હેઠળ ગુજરાતમાં હવાઈ મુસાફરીએ નવી ઉંચાઈઓ સર કરી છે.
રાજ્યમાં 6 નવા એરપોર્ટ શરૂ થયા છે, જેનાથી દૂરદરાજના વિસ્તારોના લોકો હવે હવાઈ મુસાફરીનો આનંદ માણી શકે છે. અત્યાર સુધીમાં 7.93 લાખથી વધુ મુસાફરોએ આ પ્રાદેશિક એરપોર્ટનો ઉપયોગ કર્યો છે, જેમાં મોટો વધારો થયો છે.
ગુજરાત મોડલ:
ગુજરાત સરકારે આ યોજનાને સફળ બનાવવા માટે અનેક પ્રયાસો કર્યા છે. રાજ્ય સરકારે વાયેબિલિટી ગેપ ફંડિંગ અને અન્ય પ્રોત્સાહનો આપીને ખાનગી એરલાઇન્સને આકર્ષિત કરી છે. આના કારણે રાજ્યમાં હવાઈ માર્ગોનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે અને ભાવ પણ પોસાય તેવા છે.
આગળની યોજનાઓ:
ગુજરાત સરકાર આગામી દિવસોમાં વધુ એરપોર્ટ શરૂ કરવાની દિશામાં કામ કરી રહી છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વૉટર એરોડ્રોમ શરૂ કરવાની યોજના પણ છે. આનાથી રાજ્યના પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે અને રોજગારની નવી તકો ઉભી થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી પહેલ ‘ઉડે દેશ કા આમ નાગરિક’ એટલે કે UDAN યોજનાના અમલીકરણમાં ગુજરાતે નોંધનીય પ્રદર્શન કર્યું છે. છેલ્લા 8 વર્ષમાં આ યોજના હેઠળ રાજ્યમાં 6 પ્રાદેશિક એરપોર્ટ- પોરબંદર, કંડલા, કેશોદ, જામનગર સિવિલ એન્ક્લેવ, ભાવનગર અને મુંદ્રા ખાતે સફળતાપૂર્વક કામગીરી શરુ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ 2016માં સામાન્ય નાગરિકો સસ્તા દરે હવાઈ મુસાફરી કરી શકે અને શહેરો વચ્ચે સુવ્યવસ્થિત કનેક્ટિવિટીને પ્રોત્સાહન મળે એ ઉદ્દેશથી રિજનલ કનેક્ટિવિટી સ્કીમ (RCS) – UDAN શરુ કરવામાં આવી હતી. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ યોજનાનું શ્રેષ્ઠ અમલીકરણ સુનિશ્ચિત કર્યું છે.
પ્રાદેશિક એરપોર્ટ પરથી 7.93 લાખથી વધુ મુસાફરોએ હવાઈયાત્રાનો આનંદ માણ્યો
RCS-UDAN પહેલના કારણે ગુજરાતમાં એર ટ્રાફિકમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. GUJSIAL ડેટા અનુસાર, અત્યાર સુધીમાં (2017 થી નવેમ્બર 2024) 7.93 લાખથી વધુ મુસાફરોએ પ્રાદેશિક એરપોર્ટ પરથી ઉડાન ભરી છે. આ હવાઈ માર્ગોમાં મુંબઈ-કંડલા, અમદાવાદ-મુન્દ્રા, અમદાવાદ-દીવ અને સુરત-દીવ જેવા મુખ્ય માર્ગોનો સમાવેશ થાય છે. તાજેતરમાં આ નેટવર્કમાં અમદાવાદ-કેશોદ, અમદાવાદ-જલગાંવ અને અમદાવાદ-નાંદેડ જેવા રૂટ પણ ઉમેરવામાં આવ્યા છે, જેથી ગુજરાતની રિજનલ એર કનેક્ટિવિટી વધુ સારી બની છે.
ગુજરાતમાં RCS-UDAN યોજનાના અમલીકરણ અંગે માહિતી આપતાં ડૉ. ધવલ પટેલ, IAS, કમિશનર, નાગરિક ઉડ્ડયન (ગુજરાત સરકાર)એ જણાવ્યું હતું કે, “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ RCS-UDAN પહેલ હેઠળ ગુજરાતમાં ઉડ્ડયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એરસ્પેસ કનેક્ટિવિટી સુધારવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રાદેશિક એરપોર્ટને વિવિધ સુવિધાઓ અને પ્રોત્સાહનોની સાથે MRO (મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ) અને ફ્લાઈંગ ટ્રેનિંગ ક્ષેત્રોની વધતી માંગને પૂરી કરવા માટે પણ સતત પ્રયત્નશીલ છે.”
ગુજરાત સરકારે RCS-UDAN હેઠળ બનેલા 6 પ્રાદેશિક એરપોર્ટ પર 2017થી નવેમ્બર 2024 સુધીમાં 20% વાયેબિલિટી ગૅપ ફંડિંગ (VGF) અને ફાયર અને સુરક્ષા સેવાઓ માટે આશરે ₹184 કરોડનો ખર્ચ કર્યો છે. નોંધનીય છે કે, પ્રાદેશિક એરપોર્ટનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે. આ ઉપરાંત, VGF એટલે કે વાયેબિલિટી ગૅપ ફંડ અને રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ અન્ય આકર્ષક આર્થિક પ્રોત્સાહનો રાજ્યમાં પ્રાદેશિક હવાઈ મુસાફરીના સંચાલનમાં મોટા પાયે મદદ કરે છે.
ક્ષેત્રીય હવાઈ યાત્રા હેઠળ સંચાલિત હવાઈ માર્ગો માટે રાજ્ય સરકારની VGF પહેલ હેઠળ વિશેષ આર્થિક છૂટ આપવામાં આવે છે, જેના કારણે નાની એરલાઇન્સ આ માર્ગો પર હવાઈ યાત્રા શરૂ કરવા માટે પ્રેરિત થઈ રહી છે. હાલમાં, સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ અને સુરત-અમરેલી સહિત 5 માર્ગો પર ઉડી રહેલી ફ્લાઇટ્સ માટે રાજ્ય સરકાર તરફથી VGF એટલે કે, વાયાબિલિટી ગેપ ફંડની સુવિધા આપવામાં આવી રહી છે. VGFના કારણે આ માર્ગો પર અત્યારસુધીમાં 1.60 લાખથી વધુ મુસાફરોએ પોસાય તેવા દરોએ હવાઈયાત્રાનો આનંદ માણ્યો છે.
RCS-UDAN યોજના હેઠળ, ગુજરાત સરકાર સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને સાબરમતી રિવરફ્રન્ટ તેના મહત્વાકાંક્ષી વૉટર એરોડ્રોમ પ્રોજેક્ટ્સ પર એર કનેક્ટિવિટી સેવાઓ પુનઃશરૂ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત, RCS અને રાજ્ય VGF બંને હેઠળ વધારાના રૂટ શરૂ કરવાની યોજના પણ પ્રગતિમાં છે, જે અંતર્ગત વડોદરા, રાજકોટ, અંબાજી અને પાલિતાણા જેવા શહેરોને જોડવામાં આવશે. RCS-UDAN યોજના હેઠળ ચાલી રહેલા આ પ્રયાસો આવનારા સમયમાં ગુજરાતની સમગ્ર ઉડ્ડયન ઇકોસિસ્ટમમાં વધુ સુધારો કરશે અને આ પ્રોજેક્ટ્સ રાજ્યના પ્રવાસન અને આર્થિક વિકાસમાં પણ નોંધપાત્ર યોગદાન આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech