ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટસમેન ડેવિડ વોર્નરે વનડે ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

  • January 01, 2024 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટસમેન ડેવિડ વોર્નરે નવા વર્ષના પહેલા જ દિવસે મોટી જાહેરાત કરી છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર મીડિયા સાથે વાત કરતી વખતે તેણે કહ્યું કે તે હવે ઓડીઆઈ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ રહ્યો છે. આ પહેલા તેણે ટેસ્ટ ક્રિકેટ છોડવાનો નિર્ણય કરી લીધો હતો. સિડનીમાં ૩ જાન્યુઆરીથી શ થનારી પાકિસ્તાન–ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ તેની કારકિર્દીની છેલ્લી રેડ બોલ ગેમ હશે.

વોર્નરે થોડા સમય પહેલા જ જાહેરાત કરી હતી કે પાકિસ્તાન સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ શ્રેણી હશે. આ ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પણ તેને ખાસ વિદાય આપવાની તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન વોર્નરે હવે ઓડીઆઈ ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે માહિતી આપીને બધાને ચોંકાવી દીધા છે. જો કે, તેણે એમ પણ કહ્યું છે કે બે વર્ષમાં ટી ૨૦ ક્રિકેટ રમીને જો તે સંપૂર્ણ રીતે ફિટ રહેશે અને ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં તેની જર હશે તો તે ચોક્કસપણે વનડે ક્રિકેટમાં પુનરાગમન કરશે.

વોર્નરે કહ્યું, 'હત્પં ચોક્કસપણે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. વલ્ર્ડ કપ દરમિયાન જ મેં આ વિશે વિચાયુ હતું. આજે મેં નક્કી કયુ છે કે ક્રિકેટના આ ફોર્મેટને પણ અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. આ નિર્ણય બાદ મને વિશ્વભરની ટી૨૦ લીગમાં રમવાની તક મળશે. હત્પં જાણું છું કે ચેમ્પિયન્સ ટ્રોફી નજીકમાં છે. જો હત્પં આગામી બે વર્ષમાં સાં ક્રિકેટ રમતો રહીશ અને ઓસ્ટ્રેલિયાને મારી જર પડશે તો હત્પં પુનરાગમન કરીશ.
વનડે ક્રિકેટમાં ડેવિડ વોર્નરના નામે ૬૯૩૨ રન છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે ૧૬૧ વન–ડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. તે બે વખત વલ્ર્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ રહી ચૂકયો છે. ઓડીઆઈ ક્રિકેટમાં ડેવિડ વોર્નરની બેટિંગ એવરેજ ૪૫.૩૦ અને સ્ટ્રાઈક રેટ ૯૭.૨૬ છે. આ ફોર્મેટમાં તેણે ૨૨ સદી ફટકારી છે. જયારે ટેસ્ટ ક્રિકેટમાં તેના ખાતામાં વધુ રન નોંધાયેલા છે. વોર્નરે ૧૧૧ ટેસ્ટ મેચમાં ૪૪.૫૮ની એવરેજથી ૮૬૯૫ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૨૬ સદી ફટકારી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application