રાજકોટઃ મોટરકાર પ્રકારના GJ 03 NGની સિરીઝનું આ તારીખે યોજાશે ઓક્શન, જાણો મનપસંદ નંબર મેળવવા અંગેની તમામ વિગતો

  • October 13, 2023 11:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોટરસાઇકલ  પ્રકારના ટ્રાન્સપોર્ટ વાહનો માટે Gj 03 NG સિરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરો તથા અગાઉની સીરિઝના બાકી રહેતા ગોલ્ડન, સિલ્વર નંબરો માટે ૨૫/૧૦/૨૦૨૩થી ઓક્શન શરૂ કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઇચ્છતા વાહન માલિકોએ parivahan.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. 


ઓનલાઈન જાહેર થશે પરીણામ

ગોલ્ડન, સિલ્વર નંબરો મેળવવા માટે તા.૨૫/૧૦/૨૦૨૩ સાંજે ૪ થી તા.૦૧/૧૧/૨૦૨૩ સાંજે ૪ વાગ્યા સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તા.૦૧/૧૧/૨૦૨૩ સાંજે ૪ થી તા.૦૩/૧૧/૨૦૨૩ના સાંજે ૪ વાગ્યા સુધી ઓનલાઇન બિડીગમાં ભાગ લેવાનો રહેશે. બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયે તા.૦૩/૧૧/૨૦૨૩ના રોજ પરિણામ ઓનલાઇન જાહેર થશે. 


ઓનલાઇન ઑક્શનમાં ભાગ લેનાર અરજદારે પરિવહન વેબસાઇટ પર નોંધણી,યુઝર આઇડી, પાસવર્ડ તૈયાર કરવા હરાજીની પ્રક્રિયામાં ભાગ લઇ ચુકવણું કરવાનું રહેશે. અને વાહન નંબર મેળવી હરાજીની પ્રક્રિયા પુર્ણ બાદ નિયત સમયમાં નાણાં જમા કરાવવાના રહેશે. ઓકશનમાં ભાગ લેવા માટે વાહન વેચાણ તારીખથી સાત દિવસ સુધીમાં CNA ફોર્મ ઓનલાઇન ભરેલ હોવું જરૂરી છે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application