સલાયા મરીન પોલીસ દ્વારા વિવિધ ગુનામાં પકડાયેલાં વાહનનોની હરરાજી

  • November 25, 2023 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા પોલીસ દ્વારા જુદા જુદા ગુન્હામાં પકડાયેલ વાહનોની નિયમ મુજબ હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં વિવિધ ગામેથી ૬૯ એજન્સીઓ ભાગ લીધો હતો. જેમાં કુલ ૨૪ વાહનની હરાજી કરવામાં આવેલ હતી. જેમાં ૨૦ દ્વિચક્રી વાહન, ૧ થ્રી વ્હીલ, ૩ ફોર વ્હીલ હતી. જેની નિયમ મુજબ જાહેર હરાજી કરવામાં આવતા તંત્રને ૧૧૮૦૦૦ રૂપિયાની આવક થઈ હતી. આ હરાજીમાં કમિટીમાં ડીવાયએસપી  હાર્દિક પ્રજાપતિ, પી.આઈ. સિંગરખીયા, પી.એસ.આઈ. ઓડેદરા, કચેરી અધિક્ષક સોલંકી, એ.એસ.આઇ. દેવશીભાઇ સગર રહ્યા હતા. આ હરાજી શાંતિ પૂર્ણ રીતે પૂરી થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application