વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસની 14 દુકાનની હરાજી; મનપાને 3.08 કરોડ ઉપજ્યા

  • October 30, 2023 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને રાજકોટ મહાપાલિકા દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ એરિયા ખાતે નિર્મિત જીજાબાઈ ટાઉનશીપ (લાઈટ હાઉસ પ્રોજેકટ)ની 14 દુકાનોની આજે હરરાજી કરવામાં આવી હતી. જાહેર હરરાજીમાં તમામ દુકાનોનું હરરાજી વેંચાણ થઇ ગયું હતું અને આ દુકાનોની હરરાજીથી રાજકોટ મહાપાલિકાને કુલ રૂ.3.08 કરોડની આવક થઇ હતી. આ હરરાજીમાં એક દુકાનની અપસેટ પ્રાઇસ રૂ.11.70 લાખ સામે હાઇએસ્ટ કિંમત રૂ. 33.60 લાખ ઉપજી હતી.
વિશેષમાં મહાપાલિકાની એસ્ટેટ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરોક્ત જાહેર હરરાજીમાં કુલ 72 અરજદારોએ ભાગ લીધો હતો અને તંદુરસ્ત સ્પધર્ત્મિક હરિફાઇ સાથેના વાતાવરણમાં શાંતિપૂર્વક હરરાજી સંપન્ન થઇ હતી. હવે આગામી તા. 1-11-2023ને બુધવારના રોજ શિવ ટાઉનશીપ, મવડી ખાતેની 22 દુકાનોની હરરાજી કરવામાં આવશે. આગામી દિવસોમાં તબક્કાવાર વિવિધ આવાસ યોજનાઓની દુકાનોની હરરાજી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application