કાલાવડના સાવલી ગામમાં યુવાનની હત્યાની કોશિષ

  • May 24, 2023 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઠપકો આપવાના મનદુ:ખમાં ડખ્ખો : ત્રણ સામે વળતી ફરીયાદ

કાલાવડ તાલુકાના સાવલી ગામના બે જુથ વચ્ચે મારામારી થતા મામલો પોલીસમાં પહોચ્યો હતો ગેરવર્તન કરનારને ઠપકો આપતા મનદુ:ખ ચાલતુ હોય જેના પગલે હુમલો કર્યાની ફરીયાદ થયા બાદ સામા પક્ષે ગઇકાલે વળતી ફરીયાદ કરી હતી જેમાં યુવાનની હત્યાની કોશિષ કરવામાં આવી હતી.
કાલાવડના સાવલી ગામમાં નજીવી બાબતે ઠપકો દેતા માથાકુટ થઇ હતી જેમાં એક પક્ષની ફરીયાદ બાદ ગઇકાલે સામા પક્ષે પણ હુમલો કરી ઇજા કર્યાની ત્રણ સામે વળતી ફરીયાદ નોંધાવી છે.
કાલાવડના સાવલી ગામમાં રહેતા ગફાર હબીબભાઇ સમા (ઉ.વ.૩૮)નો દિકરો રેહાન ચારેક મહીના પહેલા આરોપી ગફારના ઘર બાજુ જઇને ગેરવર્તન કરતો હોય જે બાબતે આરોપીએ ઠપકો આપેલ જેથી ફરીયાદી અને આરોપીએ વચ્ચે મનદુ:ખ ચાલતુ હતું.
દરમ્યાન ગત તા. ૨૧ના ફરી વખત આરોપી ગફારે રેહાનને કોઇ વાંક ન હોય તો પણ તેની સાથે બોલાચાલી કરેલ અને આ બાબતે રેહાન સાથે આરોપીઓની દુકાને જઇને સમજાવવા જતા આરોપીઓએ લાકડી, પાઇપ વડે હુમલો કરી ફરીયાદીને ઇજા કરી હતી તેમજ માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દઇ ગંભીર ઇજા પહોચાડી હતી. ઉપરાંત ઢીકાપાટુનો માર મારી ધોકા, પાઇપ વડે ફરીયાદીને હેમરેજ જેવી ગંભીર ઇજાઓ કરી હતી.
આ અંગે ગફારભાઇ સમા દ્વારા ગઇકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં સાવલી ગામના ગફાર ઇસ્માઇલ, ફીરોઝ ઇસ્માઇલ અને અનીષ ઇસ્માઇલ આ ત્રણેયની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૧૧૪, જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application