નિલકમલ સોસાયટીમાં કાર અને દુકાન સળગાવવાનો પ્રયાસ

  • February 29, 2024 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સીસી કેમેરાના ફુટેજના આધારે પોલીસ દ્વારા તપાસ

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ નિલકમલ સોસાયટીમાં મોડી રાત્રીના કોઇ શખ્સોએ પાનની દુકાન અને કારને સળગાવવાનો પ્રયાસ કર્યાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો જે ફુટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગરના ખોડીયાર કોલોનીમાં આવેલા નિલકમલ સોસાયટી વિસ્તારમાં રાત્રીના કોઇ શખ્સોએ દુકાન અને ક્રેટા કારમાં આગ ચાંપી હતી, જે અંગેની વિગતો સામે આવતા દોડધામ મચી હતી, સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ થઇ છે, જે અંગેની કિલપ સોશ્યલ મિડીયામાં વાયરલ થઇ હતી જેથી સીટી-સી પોલીસ દ્વારા તપાસ લંબાવવામાં આવી છે અને ફુટેજમાં દેખાતા શખ્સો તરફ તપાસ કેન્દ્રીત કરવામા આવી છે. બનાવના પગલે આ વિસ્તારના લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ હતી.
વધુમાં મળેલી વિગત મુજબ દુકાનને સળગાવવાનો પ્રયાસ થયાનું જાણમા આવતા પરિવારજનોએ આગને ઠારી હતી જેથી વધુ નુકશાની થઇ ન હતી, જુના મનદુ:ખનો ખાર રાખીને આ કૃત્ય આચરવામાં આવ્યુ હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application