કાલાવડના સાવલી ગામમાં દુકાનદાર પર હુમલો

  • May 23, 2023 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઠપકો આપતા મામલો બિચકયો : મહિલા સહિત ચાર સામે રાવ

કાલાવડના સાવલી ગામમાં બે દિવસ પહેલા દુકાન પાસે નીકળતા માણસોને ચેનચાળા કરતા એક શખ્સને ઠપકો આપતા આ મામલે ડખ્ખો થયો હતો, દરમ્યાન દુકાનદાર પર પાઇપ અને લાકડીઓ વડે હુમલો કરીને ઇજા કર્યાની મહિલા સહિત ચાર સામે ફરીયાદ કરવામાં આવી છે.
કાલાવડ તાલુકાના સાવલી ગામમાં રહેતા ખેતીકામ કરતા ગફાર ઇસ્માઇલભાઇ સમા (ઉ.વ.૩૮)એ ગઇકાલે ગ્રામ્ય પોલીસમાં સાવલી ગામમાં રહેતા ગફાર હબીબ સમા, રેહાન ગફાર સમા, હબીબ ઇસાક સમા, અમીનાબેન ગફાર સમા આ ચારેયની સામે જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ગફારભાઇનો દિકરો રેહાન ફરીયાદીની દુકાને આવીને ગફારભાઇ તથા ત્યાંથી નીકળતા માણસોને ચેનચાળા કરતો હોય તે વખતે ફરીયાદીએ રેહાનને ઠપકો આપતા અને આ બાબતની વાત તેના પિતાને કરતા આરોપીઓએ પાઇપ, લાકડીઓ વડે ફરીયાદીને માર માર્યો હતો.
**
ધ્રોલના ગઢડામાં ગામ મુકીને જતા રહો નહીંતર મારી નાખશું તેવી ધમકી
ધ્રોલના ગઢડા ગામમાં રહેતા અને મુળ માંગરોળ તાલુકાના દિવાસા ગામના વતની ભાવનાબેન મશરીભાઇ ગળચર (ઉ.વ.૪૨) નામના મહિલા ગત તા. ૧૨ના રાત્રીના સુમારે પોતાના ઘરે હાજર હતા ત્યારે આરોપીઓ ત્યાં ધસી જઇને કાલે સવારે તું અને તારો ઘરવારો આ ગઢડા ગામ મુકીને જતા રહેજો નહીંતર બધાને મારી નાખશું એ પ્રકારની જાનથી મારી નાખવાની ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી. આ અંગે ભાવનાબેન દ્વારા ગઇકાલે ધ્રોલ પોલીસમાં ગઢડાના દિલીપસિંહ હઠુભા જાડેજા અને ટેમભા ગોહીલ નામના બે શખ્સો સામે આઇપીસી કલમ ૫૦૬(૨), ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application