ખંભાળિયાના દુકાનદાર પર હુમલો

  • August 10, 2023 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાખવાની ધમકી સબબ બે શખ્સો સામે ફરિયાદ

ખંભાળિયામાં નગર ગેઈટ વિસ્તારમાં આવેલા મહેશ્વરી નગર ખાતે રહેતા મુકેશભાઈ નારણભાઈ જોડ નામના ૩૪ વર્ષના યુવાન મંગળવારે રાત્રિના સમયે તેમની દુકાને હતા, ત્યારે અહીંનો અકબર ઉર્ફે હકો અલીભાઈ બ્લોચ નામનો શખ્સ તેમની દુકાનમાં આવ્યો હતો અને તેણે ઉધારમાં ચંપલની માંગણી કરી હતી. જેથી મુકેશભાઈએ ચંપલ આપવાની ના કહેતા આરોપીએ ઉશ્કેરાઈ અને છરી વડે મુકેશભાઈને ડરાવી અને બળજબરીપૂર્વક એક ચપ્પલ લઈ ગયો હતો. આ ઉપરાંત આરોપી દ્વારા ફરિયાદી મુકેશભાઈને ઈંટનો ઘા મારવાનો પ્રયત્ન કરી, બિભત્સ ગાળો કાઢી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આટલું જ નહીં, ઈમરાન નામના અન્ય એક શખ્સે પણ ફરિયાદી મુકેશભાઈને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે અકબર ઉર્ફે હકો અલીભાઈ બ્લોચ અને ઈમરાન નામના આ બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૦૮, ૩૮૬, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા એટ્રોસિટી એક્ટ અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી.-એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
**
વાડીનારના યુવાનને મારી નાખવાની ધમકી
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા અને તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા અબ્બાસભાઈ ઈબ્રાહીમભાઈ સંઘાર નામના ૩૬ વર્ષના યુવાન તેમના ઘરેથી વાડીનાર ગામે જતા હતા, ત્યારે કેપીટી સર્કલ પાસે પહોંચતા વાડીનાર ધાર ખાતે રહેતા આબેદીન જુનસ સંઘાર નામના શખ્સે અબ્બાસભાઈ સંઘારને રસ્તા વચ્ચે રોકી અને કોઈ બાબતે બોલાચાલી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે વાડીનાર મરીન પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ ૫૦૪ તથા ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
**
મીઠાપુરનો યુવાન ધોકા સાથે ઝબ્બે
મીઠાપુરના દેવપરા વિસ્તારમાં રહેતા ગુમાનભા ભીખાભા નયાણી નામના ૩૫ વર્ષના શખ્સને પોલીસે ધોકા સાથે નીકળતા ઝડપી લઇ, જી.પી. એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ કાર્યવાહી કરી હતી.
મીઠાપુર નજીકના આરંભડા ખાતે આવેલી જી.આઈ.ડી.સી.માંથી રાત્રિના સમયે સુરજકરાડીના વણઘાભા સંગાભા માણેક નામના ૪૨ વર્ષના શખ્સને પોલીસે લપાતા-છુપાતા દુકાનોના તપાસતા ઝડપી લઇ, તેની સામે કલમ ૧૨૨(સી) હેઠળ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application