લોધિકા તાલુકાના ઢોલરા ગામે લોનના હા માટે ઇન્કરવાયરીમાં આવેલા ફાયનાન્સ બેંકના મેનેજર અને કર્મચારી પર અહીં રહેતા પિતા–પુત્રોએ હત્પમલો કર્યેા હતો.આ શખસોએ હવે અમારા ઘરે હા બાબતે પૂછવા આવશો તો તમને જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી.બનાવની જાણવા મળતી વિગતો મુજબ, અમદાવાદમાં નરોડા વિસ્તારમાં રહેતા અને અમદાવાદમાં આવેલી ઉીવન સ્મોલ ફાયનાન્સ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરનાર ભાવેશ દિલીપભાઈ મકવાણા (ઉ.વ ૩૫) દ્રારા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે લોધીકાના ઢોલરા ગામે રહેતા જેન્તી દવેરા તથા તેના બે પુત્રો ના નામ આપ્યા છે.
ભાવેશભાઈ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમના ફિલ્ડમાં સૌરાષ્ટ્ર્રનો વિસ્તાર આવતો હોય તેથી તારીખ ૪૫ ના રોજ તેઓ ભાવનગરથી નીકળી રાજકોટ પાસે આવેલી બેંકની ઓફિસે મીટીંગ પૂરી કર્યા બાદ બેંકમાં કામ કરનાર વિશાલ ધીભાઈ જમોડ સાથે બાઈક લઈને ઢોલરા ગામે પહોંચ્યા હતા. અહીં રહેતા જેન્તીભાઈ દવેરાના પત્ની રસીલાબેને બેંકમાંથી ફાઈનાન્સ પર બાઈ ની લોન લીધી હોય તેના ત્રણ હા ચડી ગયા હતાં.
આ બાબતે તેમના ઘરે જઈ કહેતા જેન્તીભાઈએ કહ્યું હતું કે ૮૦૦૦ ભરી દીધા છે જેથી મેનેજરે રસીદ દેખાડવાનું કહેતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. ગાળો બોલવાની ના કહેતા તેણે મેનેજરને લાફો મારી દીધો હતો જેથી મેનેજર તથા તેની સાથે વિશાલ બંને ઘરથી બહાર નીકળવા લાગતા મેનેજરને પિતા– પુત્રોએ પકડી રાખી ઢીકાપાટુનો માર માર્યેા હતો. દરમિયાન દેકારો થતા અન્ય લોકોએ આવી વધુ મારામાંથી તેમને બચાવ્યા હતા.મેનજર સાથે રહેલા વિશાલભાઈ મોબાઇલમાં વિડીયો ઉતારવા જતા જેન્તી તથા તેના બંને પુત્રોએ તેને લાકડી વડે માર માર્યેા હતો.
બાદમાં મેનેજર તથા બેન્ક કર્મચારી બંને અહીં ગામ પાસે ઊભા હોય ત્યારે ફરી જયંતિ તથા તેના પુત્ર અહીં આવ્યા હતા અને કહ્યું હતું કે તમો હજી અહીં જ ઊભા છો અહીંથી જતા રહો. અને જો હવે અમારા ઘરે હા બાબતે પૂછવા આવશો તો તમને જાનથી મારી નાખીશું. તેમ કહી ફરીથી મેનેજરને લાફા મારવા લાગ્યો હતો. બાદમાં અહીં બેંકના અન્ય કર્મચારીઓ આવી જતા મેનેજરને સારવાર માટે શાપર અને બાદમાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. હતો. પોતાની કંપનીને વાત કર્યા બાદ મેનેજરે આ અંગે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMથાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નનો કાયદો લાગુ, સમલૈંગિક યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, એશિયાનો ત્રીજો દેશ બન્યો
January 23, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech