આટકોટ ડી.બી.પટેલ એજ્યુ. ટ્રસ્ટ ઓફિસમાં ટોળાંની ધમાલ

  • December 26, 2023 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટમાં વિશાળ કન્યા છાત્રાલય સહિત પ્રાથમિકથી માંડીને કોલેજ કક્ષાની વિવિધ વિવિધ વિદ્યા શાખાઓનું ઉચ્ચ શિક્ષણ તેમજ અનેક સમાજિક સેવાઓમાં રોકાયેલા ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સત્તા હસ્તગત કરવાનો વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો હોય તેમ ગઈકાલે પૂર્વ ટ્રસ્ટી સહિત ૪૦ જેટલા શખ્સોએ ટ્રસ્ટની ઓફિસ ઉપર હુમલો કરી સ્ટાફને બાનમાં રાખી તોડફોડ કરવા, સીપીયુ અને રાઉટર ઉઠાવીને ઉઠાવી જવા ઉપરાંત એક ટ્રસ્ટી ઉપર હુમલો કરવાની ઘટનાના વિડિયો વાયરલ થતાં ચર્ચાને  ચકડોળે ચડી છે, પોલીસ પણ દોડી ગઈ હતી, પરંતુ આ લખાય છે ત્યાં સુધી હજી આ બાબતે કોઈ ફરિયાદ નોંધાઇ નથી.


જસદણ તાલુકાના આટકોટ ગામે ભાવનગર હાઈવે પર ડી.બી.  એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વિશાળ કન્યા છાત્રાલય ઉપરાંત પાંચ થી ૧૨ ની સાયન્સ સહિતની સ્કૂલ, આર્ટસ, બીબીએ, બીએ, નર્સિંગ સહિતની વિદ્યા શાખાઓનો ઉચ્ચ અભ્યાસ તેમજ સામાજિક પ્રવૃત્તિઓ કરતા આ ટ્રસ્ટમાં છેલ્લા કેટલાક સમયથી જૂથબંધી અને સત્તાની સાઠમારી અને ગંદુ રાજકારણ પ્રવેશી ગયું હોય તેમ ગઈકાલે ગઈકાલે ટ્રસ્ટની ઓફિસમાં બોલી ગયેલી બઘડાટી બાબતે સુધી ફરિયાદ નોંધાવવામાં આવી નથી, જે પણ રાજકારણનો એક ભાગ ગણી શકાય.


દરમિયાન વાયરલ થયેલા વિડિયોના આધારે  થતી ચર્ચા મુજબ ગઈકાલે સવારે પૂર્વ ટ્રસ્ટી રૂડા ભગત સહિત ૪૦ જેટલા શખ્સોના ટોળાએ ટ્રસ્ટની ઓફિસમાં ધસી જઇ સ્ટાફના મોબાઈલ ફોન ઝુંટવી લઇ ઓફિસમાં ચાલુ કરી દીધી હતી અને  કોમ્પ્યુટરના સીપીયુ, રાઉટર ઉપાડી લઇ ટ્રસ્ટી અરજણભાઈ રામાણી સાથે કરવામાં આવી હતી, તેમના હાથમાં ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, ધટના સ્થળે આટકોટ પોલીસ દોડી ગઇ હતી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સીસીટીવીમા સમગ્ર ઘટના કેદ થઈ હોવાથી તેમાં ઉદ્યોગપતિ રૂડા ભગત સહિતના અનેક લોકો હોવાનું  જાણવા મળે છે. ટોળા દ્વારા ટ્રસ્ટી અરજણભાઇ રામાણીને ટ્રસ્ટ માંથી રાજીનામું આપી દેવા દબાણ ને ધમકી આપવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું. ડી બી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે ભક્તિજીવન સ્વામી, શિવલાલ વેકરીયા, શિક્ષણકાર ગોવિંદભાઈ ખૂટ તેમજ સુરતના હીરા ઉદ્યોગપતિઓ પણ હોવાનું જાણવા મળે છે. દરમિયાન આટકોટ પોલીસે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી. ધટના સ્થળે અન્ય ટ્રસ્ટીઓ દોડી ગયા હતા. પરંતુ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. 

​​​​​​​મને રાજીનામું આપવા દબાણ કરાયું: ટ્રસ્ટી રામાણી
આટકોટ વીરનગર પંથકમાં વાયરલ થયેલા વીડિયોમાં અરજણભાઇ રામાણી જણાવી રહ્યા છે કે અચાનક સવારે નવ વાગ્યે ગેટ પર રહેલા સિક્યુરિટી મેન ઉપર દબાણ કરી ગેટ તેનાં માણસોએ ખોલી અંદર પ્રવેશી ગયાં અને મેઇન ઓફીસમાં ધુસી કર્મચારીઓ મોબાઈલ ફોન ઝુંટવી લીધા હતા અને તેમને બંધક બનાવી બેસાડી દીધા હતા. મારી ઓફિસમાં પ્રવેશ કરી ઝપાઝપી કરી હતી અને મારી પર હુમલો કર્યો હતો મને આંગળીના ભાગે ઈજા પહોંચી હતી. મારી ઓફિસમાંથી સીપીયુ ઉઠાવી લીધું હતું, તેમજ બાજુની ઓફીસમાંથી રાઉટર પણ ઉઠાવી લીધું હતું, મારો મોબાઇલ પણ ઝુંટવી લીધો હતો અને મને મારી નાખવાની ધમકી આપી હતી. અપશબ્દ જેમ ફાવે બોલતાં હતાં, અડધી કલાક સુધી સુધી અફડાતફડી મચી હતી, તમામ ગાડી નંબર પ્લેટ વગરની હતી. તે વખતે આટકોટના પી.એસ.આઇ.નો મારા મોબાઈલમાં ફોન આવતા પોલીસને જાણ થઈ ગઈ હોય તેમ લાગતા ટોળું ભાગી છૂટ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application