આતિશી માર્લેનાએ સોમવારે એટલે કે આજે દિલ્હી સચિવાલયમાં ચાર્જ સંભાળ્યો છે. દિલ્હીની કમાન સંભાળતાની સાથે જ આતિશીએ મોટી જાહેરાત કરી છે. તેણીએ નિર્ણય લીધો છે કે, તે અરવિંદ કેજરીવાલ માટે મુખ્યમંત્રી પદ ખાલી રાખશે. તેમને સીએમના ટેબલ પર પોતાના માટે અલગથી ખુરશી લગાવી છે. સાથે જ ભાજપ તેને મુખ્યમંત્રી પદનું અપમાન ગણાવી રહ્યું છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, આ બંધારણનું અપમાન છે.
આતિશીનું કહેવું છે કે, આ ખુરશી પર ફકત અરવિંદ કેજરીવાલ જ બેસશે. તેણીએ કહ્યું કે, કેજરીવાલ ફરીથી દિલ્હીના સીએમ બનશે અને પછી કેજરીવાલ આ ખુરશી પર બેસશે.આતિશીએ કહ્યું કે, આજે મારા મનમાં એ જ પીડા છે જે ભગવાન રામ વનવાસમાં ગયા ત્યારે ભરતજીને હતી. તેમણે ભગવાન રામની ગાદી પર ખડાઉ રાખીને શાસન કયુ હતું.ભગવાન રામ આપણા બધાના આદર્શ છે અને અરવિંદ કેજરીવાલે તેમના બતાવેલા માર્ગ પર ચાલીને દિલ્હીની જનતાની સેવા કરી અને મર્યાદાને અનુસરીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.મને વિશ્વાસ છે કે, હવે દિલ્હીની જનતા કેજરીવાલને જંગી બહત્પમતીથી વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બનાવીને ફરીથી મુખ્યમંત્રી બનાવશે.ત્યાં સુધી આ મુખ્યમંત્રીની ખુરશી કેજરીવાલની રાહ જોશે.
બીજી તરફ દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, આવું કરવું બંધારણ, નિયમો અને મુખ્યમંત્રી પદનું અપમાન છે. આ રીતે મુખ્યમંત્રીના ટેબલ પર બે ખુરશીઓ મુકવી જોઈએ. આતિશી જી, આ આદર્શ પાલન નથી, સાદી ભાષામાં બળજબરી છે.
આ કાર્યવાહીથી આતિષીએ દિલ્હીના મુખ્યમંત્રી પદની ગરિમા તેમજ દિલ્હીની જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. અરવિંદ કેજરીવાલનો જવાબ, શું તમે આવા રિમોટ કંટ્રોલથી દિલ્હી સરકાર ચલાવશો?
ભાજપના નેતાઓએ કહ્યું કે, તેમણે પદ સંભાળતાની સાથે જ રાજકીય ડ્રામા શ થઈ ગયો છે. બીજેપી નેતા વિજેન્દ્ર ગુાએ કહ્યું કે, આતિશીએ મુખ્યમંત્રી પદની ગરિમા તેમજ દિલ્હીની જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. અરવિંદ કેજરીવાલે આ મામલે પોતાની સ્થિતિ સ્પષ્ટ્ર કરવી જોઈએ. શું તે આ રીતે રિમોટ કંટ્રોલથી દિલ્હી સરકાર ચલાવશે?
વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકારનું ધ્યાન દિલ્હીવાસીઓની સમસ્યાઓ ઉકેલવાને બદલે બંધારણના અપમાન પર છે. મુખ્યમંત્રીએ કેજરીવાલની ખાલી ખુરશી પોતાની બાજુમાં રાખી છે. આ હાસ્યાસ્પદ છે. તેમણે આ કેજરીવાલના કહેવા પર કયુ છે, કારણ કે તેઓ મુખ્યમંત્રી પદ છોડા બાદ અસુરક્ષિત અનુભવી રહ્યા છે. આ કારણોસર તેઓ આ ગેરબંધારણીય કામ મુખ્યમંત્રી દ્રારા કરાવી રહ્યા છે.
તેમણે કહ્યું કે દિલ્હીની જનતાને બંધારણનું ઉલ્લંઘન કરતી સરકાર પાસેથી કોઈ આશા નથી. દિલ્હીમાં વરસાદ પડતાની સાથે જ પાણી ભરાવાની સમસ્યા શ થઈ જાય છે. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. યમુનાની સ્વચ્છતા પર કોઈ ધ્યાન નથી. જાહેર પરિવહન વ્યવસ્થા ખરાબ હાલતમાં છે. આ સમસ્યાઓનો ઉકેલ લાવવાને બદલે સરકાર ડ્રામા કરી રહી છે.
તેમને જાહેર બાંધકામ વિભાગ, વીજળી, શિક્ષણ, મહેસૂલ, નાણા, આયોજન, સેવાઓ, તકેદારી અને પાણી સહિત તમામ ૧૩ વિભાગો રાખ્યા છે. આ એવો વિભાગ છે જેમાં સૌથી વધુ કામ કરવાનું હોય છે, આથી આવનારા સમયમાં કામ પાછું પાછું લાવવામાં તેમને પડકારોનો સામનો કરવો પડશે.
જો કે, તેમની કેબિનેટમાં શપથ લેનારાઓમાં ચાર મજબૂત અને અનુભવી સાથીદારો છે. જેમાં ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્રાજ, ઈમરાન હત્પસૈન અને મુકેશ અહલાવતના નામ સામેલ છે. સુલતાનપુર મજરાથી પ્રથમ વખત ધારાસભ્ય બનેલા અહલાવત દિલ્હી કેબિનેટમાં નવો ચહેરો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોઠડામાંથી ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપી લેતી આજીડેમ પોલીસ
December 23, 2024 03:39 PMથર્ટી ફસ્ર્ટ માટેનો ૩૧ લાખનો વિદેશી દારૂ પકડાયો
December 23, 2024 03:38 PMઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech