દિલ્હીમાં ધ્વજ ફરકાવાને લઈને ચાલી રહેલા વિવાદ પર મંત્રી આતિષીએ કહ્યું કે 15 ઓગસ્ટે આપણે લોકશાહીની આઝાદી માટે ધ્વજ લહેરાવીએ છીએ. આજે ચુંટાયેલી સરકારનો ધ્વજ ફરકાવવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે. એવું લાગે છે કે દિલ્હીમાં નવો વાઈસરોય આવ્યો છે જે કહે છે કે તે ધ્વજ ફરકાવશે. AAP નેતાએ કહ્યું કે ત્રિરંગો લહેરાવવો એ દિલ્હીની જનતાનો અધિકાર છે અને દિલ્હી દ્વારા ચૂંટાયેલી સરકારનો અધિકાર છે. જો ચૂંટાયેલી સરકારને રાષ્ટ્રધ્વજ ફરકાવવા ન દેવામાં આવે તો આનાથી મોટી સરમુખત્યારશાહીનો કોઈ પુરાવો હોય શકે નહીં. ભાજપ સરમુખત્યારશાહી સાથે અને AAP લોકશાહી સાથે ઉભી છે.
આતિશીએ કહ્યું કે તિરંગો ચૂંટાયેલી સરકાર દ્વારા ફરકાવાય છે. ચૂંટાયેલી સરકારના વડા હોવાના કારણે મુખ્યમંત્રી ધ્વજ ફરકાવે છે. કારણકે મુખ્યમંત્રી હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, તેમને ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમના સ્થાને મંત્રી તરીકે હું 15 ઓગસ્ટે ધ્વજ ફરકાવું.
આતિશીએ વધુમાં કહ્યું કે મુખ્યમંત્રીએ તિહાર જેલમાંથી પત્ર લખ્યો હતો. તે તિહાર જેલ જ્યાંથી સુકેશના દરેક પત્ર એલજી સુધી પહોંચે છે. જ્યારે દિલ્હીના સીએમનો પત્ર તિહાર જેલમાંથી એલજીને જાય છે, ત્યારે અધિકારીને કહેવામાં આવે છે કે અંગત પત્રો બહાર જઈ શકે છે. કોઈપણ પ્રકારનો સત્તાવાર પત્ર બહાર આવશે નહીં. આ કાયદો માત્ર અરવિંદ કેજરીવાલ માટે છે સુકેશ ચંદ્રશેખર માટે નથી.
મનીષ સિસોદિયાએ શું કહ્યું?
આ વિવાદ પર AAPના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે કોઈ પણ ચૂંટાયેલા મંત્રીને આવું કરવામાં કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ. જોકે લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે કહ્યું છે કે ન્યાયિક કસ્ટડીમાં જેલમાં રહેલા કેજરીવાલ તરફથી કોઈ પત્ર મળ્યો નથી. તિહાર જેલના અધિકારીઓએ કહ્યું છે કે મુખ્યમંત્રી દ્વારા લખાયેલ પત્ર ઉપરાજ્યપાલને મોકલવામાં આવ્યો ન હતો કારણકે જેલના નિયમો અનુસાર તેને મંજૂરી આપવામાં આવી ન હતી.
સિસોદિયાએ કહ્યું કે સ્વતંત્રતા દિવસના અવસર પર આવી સંકુચિત રાજનીતિ કરવામાં આવે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું મેં અખબારોમાં વાંચ્યું છે કે જ્યારે કોઈ ગુંડા સુકેશને પત્ર લખે છે ત્યારે તિહાર પ્રશાસન તેને લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસમાં પહોંચાડે છે. લેફ્ટનન્ટ ગવર્નર પણ આ અંગે તાત્કાલિક પગલાં લે છે પરંતુ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી પત્ર લખે છે ત્યારે ઉપરાજ્યપાલ તિહારના અધિકારીઓને કહે છે કે તેમને ન મોકલો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech